શુક્રવારે KBCના સેટ પર ઉજવાશે બિગ બીનો બર્થ ડે
12:09 PM Oct 09, 2024 IST | admin
આમિર ખાન પણ ઉપસ્થિત રહેશે
Advertisement
અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે 82મી વર્ષગાંઠ ઉજવવાના છે, પણ કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ના નવા પ્રોમોમાં તો તેઓ આમિર ખાન અને તેના દીકરા જુનેદ સાથે ઓલરેડી બર્થ-ડે ઉજવતા દેખાય છે. પ્રોમોની શરુઆત કેબીસીના સ્પર્ધકો બિગ બીને જન્મદિવસની વધામણી આપે છે. એનાથી થાય છે. એક સ્પર્ધક અમિતાભ માટે હૃદયસ્પર્શી કવિતા રજૂ કરે છે તો એક સ્પર્ધક તેમના માનમાં રેપ સોન્ગ ગાય છે. આમિર પણ અમિતાભના ગીત જુમ્મા ચુમ્મા દે દે પર ડાન્સ કરીને ઉજવણીમાં જોડાય છે.
આમિર ખાન ત્યારબાદ ઓડિયન્સને પૂછે છે, જબ મેં છોટા થા તબ સુપરસ્ટાર કોન થા? ઓડિયન્સમાંથી અમિતાભ બચ્ચનનું નામ બોલાય છે ત્યારબાદ આમિર બીજો સવાલ પૂછે છે, અબ મેં બુઢા હોને જા રહા હું તબ સુપરસ્ટાર કોન હૈ? ઓડિયન્સમાંથી ફરી અમિતાભ બચ્ચનનું નામ લેવાય છે.
Advertisement
Advertisement