ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘ભૂલ ચૂક માફ’ 16મીએ OTT પર થશે રિલીઝ

11:01 AM May 10, 2025 IST | Bhumika
Advertisement

યુદ્ધના માહોલના કારણે થિએટરમાં રિલીઝ નહીં થાય

Advertisement

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ પહેલાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પણ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને કારણે ફિલ્મના મેકર્સને રિલીઝ માટે આ સમય યોગ્ય નથી લાગતો. હાલના ડામાડોળ સંજોગોને કારણે હવે આ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે અને હવે એેને 16 મેના દિવસે સીધી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે.

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીએ સોશ્યલ મીડિયા દ્વારા તેમની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ની રિલીઝ મુલતવી રાખવાની માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે તાજેતરની ઘટનાઓ અને દેશભરમાં વધેલી સુરક્ષા-સતર્કતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રની ભાવનાઓનો આદર કરીને મેડોક ફિલ્મ્સ અને ઍમેઝોન ખૠખ સ્ટુડિયોએ આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવાને બદલે સીધી ઘઝઝ પ્લેટફોર્મ પર લાવવાનો નિર્ણય લીધો છે.

Tags :
'Bhool Chuk Maaf' FILMindiaindia newsOTT
Advertisement
Next Article
Advertisement