હેરાફેરી-3માંથી બાબુરાવ આઉટ, ક્રિએટિવ ડિફરન્સનું કારણ અપાયું
પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ ના ફેન્સ માટે એક ઘણા માઠા સમાચાર આવ્યા છે. સમાચાર છે કે, ફિલ્મમાં ‘બાબુ રાવ’નું પાત્ર ભજવતા અભિનેતા પરેશ રાવલે ફિલ્મથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. તેના બહાર રહેવાનું કારણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફરન્સ કહેવાઈ રહ્યું છે. અભિનેતાએ આ સમાચારને પોતે ક્ધફર્મ પણ કર્યા છે.
સૂત્રોનું કહેવું છે કે ‘હેરા ફેરી 3’ ના મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ ચાલતા હતા. જે બાદ અભિનેતાએ ફિલ્મથી બહાર નીકળવાનો અઘરો નિર્ણય લીધો. જ્યારે તેમની ટીમે અભિનેતાની વાત કરી, ત્યારે અભિનેતાએ પોતે કહ્યું, ‘હા, આ સાચું છે. હું હવે હેરા ફેરી 3 માં કામ નહિ કરું.’ પરેશ રાવલનું પાત્ર ‘બાબુ રાવ’ ફિલ્મનો સૌથી મહત્વનો ભાગ રહ્યું છે. તેના પાત્રને ફેન્સનો ભરપૂર પ્રેમ મળ્યો છે. એવામાં આ સમાચાર ફેન્સનું દિલ તોડી શકે છે.
જોકે ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોનું માનવું છે કે પરેશ રાવલ ફિલ્મમાં પાછા આવી શકે છે. તેમનું કહેવું છે કે આની પહેલા અક્ષય કુમારે પણ પહેરા ફેરી 3થ નો ભાગ નહતો. તે અગાઉ પણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફરન્સના કારણે ફિલ્મથી બહાર હતો. પરંતુ પછી તે ફિલ્મનો ભાગ બન્યો. ત્યારે પહેરા ફેરી 3થ ને પ્રિયદર્શન ડાયરેક્ટ કરવાનો હતો, જે પહેલા આની ના પડતો હતો. પરંતુ તેમણે વિશ્વાસ છે કે પરેશ રાવલ પાછો આવી શકે છે.