For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌથી પ્રભાવશાળી ઈન્ફ્લુએન્સર એક્ટરની યાદીમાં આલિયા બીજા સ્થાને

11:07 AM Feb 19, 2025 IST | Bhumika
સૌથી પ્રભાવશાળી ઈન્ફ્લુએન્સર એક્ટરની યાદીમાં આલિયા બીજા સ્થાને

Advertisement

ઍક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાના શાનદાર અભિનય અને ટેલન્ટને કારણે બોલીવુડની ટોચની ઍક્ટ્રેસિસમાં સ્થાન મેળવ્યું છે. આલિયાનો જાદુ બોલીવુડની સાથે-સાથે હવે ગ્લોબલ સ્તરે પણ છવાઈ ગયો છે. હવે આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રભાવશાળી ઍક્ટર ઇન્ફ્લુએન્સર તરીકે બીજા ક્રમે આવી ગઈ છે.

હાઇપઓડિટર નામના ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પ્લેટફોર્મના એક રિપોર્ટ મુજબ આલિયાએ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની પોઝિશન મજબૂત કરી છે. આ સ્પર્ધામાં આલિયાએ ડ્વેઇન જોનસન અને અમેરિકન સિંગર જેનિફર લોપેઝ જેવાં આંતરરાષ્ટ્રીય આઇકનને પાછળ છોડી દીધાં છે. આલિયાનું બહુ મોટું ફેન ફોલોઇંગ છે અને તેણે પોતાના શાનદાર પર્ફોર્મન્સ, બ્રેન્ડ કોલેબરેશન અને સોશ્યલ મીડિયા પ્રેઝન્સ દ્વારા દર્શકોને પોતાની સાથે જોડીને રાખ્યા છે. ફિલ્મો સિવાય પણ તેનો પ્રભાવ ફેશન અને ડિજિટલ એન્ગેજમેન્ટ જેવાં ક્ષેત્રોમાં પણ છે.

Advertisement

આ લિસ્ટમાં નંબર વન પર અમેરિકન ઍક્ટ્રેસ અને સિંગર ઝેન્ડાયા છે અને આલિયા ભટ્ટનો ક્રમ તેની પાછળ છે. આલિયા આ લિસ્ટમાં રેન્ક ટૂ પર આવનારી પહેલી ભારતીય સેલિબ્રિટી બની ગઈ છે. આલિયાના ઇન્સ્ટાગ્રામ પર 85 મિલ્યનથી વધુ ફોલોઅર્સ છે. આલિયા સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ ઍક્ટિવ રહે છે. તે પ્રમોશન બ્રેન્ડથી લઈને પોતાની વ્યક્તિગત જીવનની માહિતી પણ સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરે છે.આલિયા ભટ્ટે ગંગુબાઈ કાઠિયાવાડી, રોકી ઔર રાની કી પ્રેમ કહાની, રાઝી અને આરઆરઆર જેવી ફિલ્મોથી લોકોને ખૂબ ઇમ્પ્રેસ કર્યા છે. હવે આવતા સમયમાં આલિયા પતિ રણબીર કપૂર સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ ઍન્ડ વોરમાં જોવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement