For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અજય દેવગનની રેડ-2નું એડવાન્સ બમ્પર બુકિંગ

10:48 AM Apr 29, 2025 IST | Bhumika
અજય દેવગનની રેડ 2નું એડવાન્સ બમ્પર બુકિંગ

Advertisement

અજય દેવગનની રેડ સુપર ડુપર હિટ રહી હતી. હવે અભિનેતા તેની સિક્વલ સાથે મોટા પડદા પર આવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મને ખૂબ જ ચર્ચા મળી રહી છે. આ દરમિયાન રેડ 2 નું એડવાન્સ બુકિંગ પણ શરૂૂ થઈ ગયું છે. ચાલો આપણે અહીં જાણીએ કે ફિલ્મે પહેલા દિવસે અત્યાર સુધીમાં કેટલી ટિકિટો વેચી છે અને તે પણ રિલીઝ પહેલાં પ્રી-ટિકિટ બુકિંગમાં કેટલા કરોડની કમાણી કરી છે ?

અજય દેવગનની થ્રિલર ફિલ્મ રેડ 2 1 મેના રોજ રિલીઝ થઈ રહી છે, તે પહેલા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂૂ થઈ ગયું છે. ફિલ્મનો ઘણો ક્રેઝ છે જેના કારણે તેનું પ્રી-ટિકિટ બુકિંગ મોટી સંખ્યામાં થઈ રહ્યું છે. રેડ 2 ને એડવાન્સ બુકિંગમાં મળી રહેલ પ્રતિસાદને જોતા લાગે છે કે બોક્સ ઓફિસ પર તે સારી શરૂૂઆત કરી શકે છે.સૈકનિલ્ક દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ફિલ્મે બ્લોક કરેલ સીટો વિના પ્રથમ દિવસે પ્રી-ટિકિટ વેચાણ દ્વારા 92.62 લાખ રૂૂપિયાની કમાણી કરી છે. દેશભરમાં તેના 3,968 શો માટે 29,715 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. જ્યારે બ્લોક સીટોનો સમાવેશ કરવામાં આવે છે, ત્યારે એડવાન્સ બુકિંગથી પરેડ 2થની કુલ કમાણી રૂૂ. 2.06 કરોડ છે.

Advertisement

રેડ 2 રિલીઝ થવામાં હજુ બે દિવસ બાકી છે. આ બે દિવસમાં ફિલ્મના એડવાન્સ બુકિંગમાં સારો એવો વધારો થવાની આશા છે. આને જોતા ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે 5 થી 10 કરોડના કલેક્શન સાથે ઓપનિંગ કરી શકે છે. રેડ 2 ની સાથે સંજય દત્તની ધ ભૂતની પણ 1 મેના રોજ રિલીઝ થઈ રહી છે. રેડ 2 સાઉથ અને હોલીવુડની ફિલ્મો સહિત 7 ફિલ્મો સાથે ટકરાશે. રાજ કુમાર ગુપ્તા દ્વારા નિર્દેશિત પરેડ 2થ 2018ની હિટ ફિલ્મ રેડ ની સિક્વલ છે. પ્રથમ ભાગ તેની મનોરંજક કથા અને પ્રામાણિક આવકવેરા અધિકારી તરીકે અજય દેવગણના શક્તિશાળી અભિનય માટે વખાણવામાં આવ્યો હતો. સિક્વલમાં દરોડા અને ભ્રષ્ટાચારની ગાથા ચાલુ છે. આ વખતે અજય દેવગનનો મુકાબલો રિતેશ દેશમુખ સાથે થશે. આ ફિલ્મમાં વાણી કપૂરે ઇલિયાના ડીક્રુઝને રિપ્લેસ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement