બુધવારે અખાત્રીજ અને ગણેશચોથનો સંગમ; શુભકાર્ય માટે શ્રેષ્ઠ સમય
સાંજે 7:19 કલાક સુધી રોહિણી નક્ષત્ર - ગજ કેસરી યોગ, બપોરે 2:11 કલાકથી ગણેશ ચોથ ચાલુ, વણજોયા મુહૂર્તમાં નવી ખરીદી - શરૂઆત શુભ અને ફળદાયી બની રહેશે
વૈશાખ શુદ ત્રીજ ને બુધવાર તા 30 એપ્રિલ એટલે આ વર્ષે અખાત્રીજના દિવસે સાંજે 7.19 કલાક સુધી રોહિણી નક્ષત્ર છે તે ઉપરાંત ગોચર મા ગુરુ ચંદ્ર ની યુતિ થી ગજ કેસરી યોગ થાય છે શોભન નામનો યોગ છે આથી આ વર્ષની અખાત્રીજ શુભ અને ઉત્તમ રહેશે.
તે ઉપરાંત જ્યોતિષના નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે આ વર્ષે ગણેશ ચોથ પણ અખાત્રીજના દિવસે મનાવવામાં આવશે બુધવારે બપોરના 2.11 કલાકે થી ચોથ તિથિ છે જ્યારે ગુરુવારે સવારના 11.23 કલાક સુધી જ ચોથ તિથિ હોતા જ્યોતિષના નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે ગણેશ ચોથ બુધવારે મનાવવાની રહેશે ગણપતી દાદા ને થાળ બોપોરે 2.14 પછી ધરાવો વર્ષમાં ચાર વણજોયા મુહૂર્તના શ્રેષ્ઠ દિવસો ગણવામાં આવે છે, જે બેસતુ વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા છે . આમ અખાત્રીજનો દિવસ વણજોયા મુહૂર્તનો હોવાથી આ દિવસે કરેલા કોઇપણ શુભકાર્ય નું ફળ અખંડ રહે છે. આ દિવસે જપ, તપ, દાન કરવાથી તેના પુણ્યનો નાસ થતો નથી અને જીવનમાં શાંતિ મળે છે.
આ દિવસે નવા વાહનની ખરીદી, સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવી, પુજા નો સામાન, જીવન જરૂૂરી ચીજવસ્તુની ખરીદી કરવી, જમીન-મકાન વાહન ખરીદવા ઉત્તમ ફળદાયક છે. વાસ્તુ, નવચંડી હવન, લગ્ન, સગાઈ, ખાતમુહુર્ત. નવી દુકાનનું મુહૂર્ત કરવું. નવા વ્યાપારની શરૂૂઆત કરવી. જેવા દરેક શુભ કાર્યોી માટે આ દિવસે કોઇપણ ગ્રહબળ તથા ચંદ્રબળ જોવાની જરૂૂર રહેતી નથી.
અખાત્રીજના દિવસે પાણી ભરેલ ઘડાનું દાન દેવું તથા ગયો ને ઘાસ નાખવું ઉત્તમ ફળ આપશે અખાત્રીજના દિવસે કરેલ જપ, દાનનુ ફળ આજીવન મળે છે . તથા આ દિવસે શ્રી યંત્ર ઉપર સાકરવાળા દૂધથી ૐ મહાલક્ષ્મી નમ: અથવા તો શ્રી સૂક્તના પાઠ બોલતા બોલતા અભિષેક કરવો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.
અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય થયું હતું. આથી ભગવાન પરશુરામની પૂજા કરવી ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે અને સપ્તા ચિરંજીવીમાંથી એક છે. આ દિવસે ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. અખાત્રીજના દિવસથી ચારધામની યાત્રાનો પ્રારંભ થશે અખાત્રીજનો આખો દિવસ દરેક શુભ કાર્ય માટે સારો છે.
અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુનું જળથી પૂજન કરવું શાલીગ્રામ ઉપર ચોખ્ખું જળ ચડાવીને પૂજન કરવું તવા ભગવાન સત્યનારાયણની કથા કરવાથી જીવનમાં શાંતિ મળશે તથા આ દિવસે ગાયોને ઘાસચારો નાખવો પણ ઉત્તમ પુણ્યકારક ગણાય છે.
અખાત્રીજના દિવસના શુભ મુહૂર્તની યાદી
દિવસના શુભ ચોઘડિયા
લાભ 6.17 થી 7.54
અમૃત 7.54.થી 9.30
શુભ 11.07 થી 12.44
ચલ બોપોર 3.58 થી 5.35
લાભ સાંજે 5.35 થી 7.12
બપોરે અભિજીત મુહૂર્ત. 12.18 થી 1.10
રાત્રિના શુભ ચોઘડિયા
શુભ 8.35 થી 9.58
અમૃત 9.58 થી 11.21
સાંજે પ્રદોષ કાળનો શુભ સમય 7.12 થી. 9.23