આવતીકાલે રક્ષાબંધન પર ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહીંતર ભાઇ-બહેનનાં સંબંધોમાં પડશે તિરાડ
રક્ષાબંધન ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમની પ્રગતિ અને લાંબા આયુષ્યની કામના કરે છે. પ્રેમ અને અતૂટ વિશ્વાસનું આ બંધન છે. આ તઃવાર 9 ઓગસ્ટ શનિવાર એટલે આવતીકાલે ઉજવવામાં આવશે.
રક્ષાબંધનના દિવસે દરેક કાર્ય ખૂબ જ વિચારપૂર્વક કરવું જોઈએ. કોઈપણ પ્રકારની ભૂલ કરવાનું ટાળવું જોઈએ.
ભાઈને તૂટેલી રાખડી ન બાંધવી જોઈએ
આ દિવસે બહેનોએ તેમના ભાઈને તૂટેલી રાખડી ન બાંધવી જોઈએ. ભાઈને રાખડી બાંધતા પહેલા તેને કાળજીપૂર્વક રાખો અને ભાઈના કાંડા પર સજાવો. ધ્યાનમાં રાખો કે રાખડીમાં શુભ પ્રતીકો હોવા જોઈએ.
યોગ્ય દિશાનું ધ્યાન રાખો
રાખડી બાંધતી વખતે, યોગ્ય દિશાનું ધ્યાન રાખો. રક્ષાબંધનના દિવસે, રાખડી પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બાંધો. આ દિશામાં રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. દેવતાઓ પૂર્વ અને ઉત્તર દિશામાં રહે છે, તેથી આ દિશાને શુભ માનવામાં આવે છે.
કાળા રંગની ભેટ આપવાનું ટાળવું જોઈએ
રક્ષાબંધનના દિવસે, ભાઈઓ અને બહેનોએ એકબીજાને કાળા રંગની ભેટ આપવાનું ટાળવું જોઈએ. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે કાળા રંગની કોઈ પણ વસ્તુ ભેટમાં ન આપો.
રક્ષાબંધનના દિવસે ઝઘડો ન કરો
રક્ષાબંધનના દિવસે ઝઘડો ન કરો. આ દિવસેઝઘડાથી પોતાને દૂર રાખો. આ દિવસ સંબંધોને મજબૂત બનાવવા માટે છે, તેથી આ દિવસે ભૂતકાળને ભૂલી જાઓ અને નવી શરૂઆત કરો.
તૂટેલા ચોખાના ટુકડા ન લગાવો
રક્ષાબંધનના દિવસે, ભાઈને તિલક લગાવતી વખતે, ચોખાના દાણા આખા હોવા જોઈએ. ભાઈના કપાળ પર તૂટેલા ચોખાના ટુકડા ન લગાવો.