વોટ્સએપ બ્રોડકાસ્ટમાં મોટો ફેરફાર, દર મહિને માત્ર 30 મેસેજ મોકલી શકાશે
વોટ્સએપ પર એક મોટો ફેરફાર આવ્યો છે. જેમાં મેસેજ પર લિમિટ લાદવામાં આવી છે. કયા મેસેજ પર મર્યાદા લાદવામાં આવી છે. મેટાએ હવે વોટ્સએપ પર એક નવી પોલિસી શરૂૂ કરી છે જેમાં
વપરાશકર્તાઓ માટે બ્રોડકાસ્ટ મેસેજ પર મર્યાદા નક્કી કરવામાં આવશે.
આ સુવિધા દ્વારા WhatsApp સ્પામ મેસેજ ઘટાડવા માંગે છે. આ વપરાશકર્તા અનુભવને વધુ સારો બનાવી શકે છે. આ સુવિધા એનડ્રોઇડ બીટા વર્ઝન 2.25.14.15 માં શરૂૂ કરવામાં આવી છે. આ અપડેટ સામાન્ય વોટ્સએપ એકાઉન્ટની સાથે બિઝનેસ એકાઉન્ટને પણ અસર કરશે.
કેટલાક વપરાશકર્તાઓ અગાઉના બીટા અપડેટ ઇન્સ્ટોલ કર્યા પછી પણ આ સુવિધા મેળવી શકે છે. આ ફેરફારમાં વપરાશકર્તાઓ ફક્ત એક નિશ્ચિત મર્યાદા સુધી બ્રોડકાસ્ટ મેસેજ મોકલી શકશે.
બ્રોડકાસ્ટ મેસેજ એ મેસેજ છે જે તમે એકસાથે બહુવિધ કોન્ટેક્ટ્સને મોકલી શકો છો. પરંતુ આ મેસેજ પર્સનલ ચેટમાં આવે છે. રીસીવરને લાગે છે કે આ સંદેશાઓ એક પછી એક મોકલવામાં આવ્યા છે. રીસીવરને ખબર નથી કે આ સંદેશ બીજા કોને મળ્યો છે.
મેટા અનુસાર વપરાશકર્તા માટે બ્રોડકાસ્ટ સંદેશાઓ પર માસિક મર્યાદા લાદવામાં આવશે. પરીક્ષણ તબક્કામાં વપરાશકર્તાઓને દર મહિને ફક્ત 30 બ્રોડકાસ્ટ સંદેશાઓ મોકલવાની મંજૂરી આપી શકાય છે. જો કોઈ વપરાશકર્તા વધુ સંદેશાઓ મોકલવા માંગે છે, તો તેમને વોટ્સએપ સ્ટેટસ અથવા ચેનલો જેવા વિકલ્પોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં વોટ્સએપે આ સુવિધા વિશે સત્તાવાર રીતે કંઈપણ શેર કર્યું નથી. પરંતુ WABetaInfo અનુસાર આ સુવિધા અપડેટનું પરીક્ષણ શરૂૂ કરવામાં આવ્યું છે.
બિઝનેસ પ્રોફાઇલ્સ માટે પણ કેટલાક ફેરફારો થશે. અત્યારે બિઝનેસ એકાઉન્ટ્સને બ્રોડકાસ્ટ સંદેશાઓ મોકલવા પર કોઈપણ પ્રકારની મર્યાદા નથી, પરંતુ હવે મેટા બિઝનેસ માટે પેઇડ વર્ઝન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. તેમાં મેસેજ શેડ્યૂલિંગ અને કસ્ટમાઇઝ્ડ બ્રોડકાસ્ટ સંદેશાઓ જેવી વધુ સુવિધાઓ હશે. પ્રારંભિક પરીક્ષણ તબક્કામાં 250 કસ્ટમાઇઝ્ડ સંદેશાઓ મફતમાં આપવામાં આવશે. તે પછી વધુ સંદેશાઓ મોકલવા માટે ચાર્જ વસૂલવામાં આવશે.