For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની શુક્રવારે રાજકોટના ઢેબર ચોકમાં જાહેરસભા

06:29 PM Apr 29, 2024 IST | Bhumika
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની શુક્રવારે રાજકોટના ઢેબર ચોકમાં જાહેરસભા

ગુજરાતમાં લોકસભાની ચુંટણી માટે આગામી તા.7 મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસ સહીતના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ઉતરી પડયા છે. અમિત શાહ- પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સભાઓ સંબોધ્યા બાદ આગામી તા.1મેથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પાંચ જાહેરસભાઓ સંબોધવાના છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ અંતિમ રાઉન્ડમાં પ્રચાર માટે આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Advertisement

મળતી માહિતી મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આગામી તા.3મેના રોજ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે અને સવારે 11 વાગ્યે ઢેબર રોડ ખાતે જાહેરસભા સંબોધનાર છે. ખડગે તા.1મેથી ગુજરાતમાં મુકામ કરનાર છે અને ઉતર- દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનમાં સભા સંબોધશે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં મલ્લિકાર્જુન ખડગે ચૂંટણીપ્રવાસે આવી રહ્યા છે અને રાજકોટને જાહેરસભા ફાળવવામાં આવી છે. તા.3 મેના રોજ સવારે 11 વાગ્યે ઢેબર ચોક ખાતે જાહેર સભાને સંબોધન કરનાર છે. આ પૂર્વે તેઓ તા.1મે ના રોજ અમદાવાદ ખાતે પણ સભા યોજનાર છે.રાજાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષની જાહેરસભા માટે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement