For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂા.10ના ચલણી સિક્કા બજારમાં પુન: પ્રસ્થાપિત કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત

05:14 PM May 16, 2024 IST | Bhumika
રૂા 10ના ચલણી સિક્કા બજારમાં પુન  પ્રસ્થાપિત કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત
Advertisement

હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિયેશનની માગણી

શહેરમાં ઘણી જગ્યાએ રૂા.10નાં ચલણી સિક્કા સ્વિકારવાનો નનૈયો ભણી દેવાતો હોવાથી લોકોમાં ખોટી ગેરસમજ ફેલાઇ રહી છે. ત્યારે લોકોમાં જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવે અને રૂા.10ના ચલણી સિક્કા ફરી બજારમાં સ્વિકારતા થાય તેવી રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મર્ચન્ટ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ છે.

Advertisement

વેપારી આગેવાનોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રૂા.10/ના સિકકા ભારત સરકારનું અધિકૃત ચલણ હોવા છતાં ફક્ત રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગેરસમજ અથવા ચોકકસ હિતશત્રુઓની અફવાથી ચાલતા નથી તંત્રે આ પહેલા પણ ડેપ્યુટી કલેકટર, ગાંધી સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવેલ. પરંતુ તંત્ર ધ્વારા આ અંગે કોઈ લોકજાગૃતિ કે બેંકોમાં બેનર લગાડવા જેવા સૂચનો કે ઓર્ડર તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. હાલમાં રૂા.10 ની નોટો તદ્દન રદ્દી હાલતમાં બજારમાં ચાલે છે. જે પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.

વેપારીઓએ ગ્રાહકો પાસેથી રૂૂા.10/-ની રકમ જતી કરવી પડે છે. જે નાના વેપારીઓને ખુબ મોટું નુકશાન વેઠવુ પડે છે. બેંકો પાસે રૂૂા.10/-ની નોટ નવી ઉપલબ્ધ નથી અને જુનીપણ નથી. વળી નવી નોટોના બંડલ કાળા બજારમાં રૂૂા.1500/- આપતા, જોઈએ તેટલા મળી રહે છે. માંગવુ છે. તે અંગે ખાસ તપાસ કરવા અને કરન્સીના કાળા બજાર થતા અટકાવવા માંગણી છે.

થોડા દિવસ પહેલા મોરબી જિલ્લા કલેકટર એ લોકજાગૃતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી રૂૂા.10/- ના સિક્કા ચલણમાં પુન:સ્થાપિત કરવા અને પ્રજામાં રહેલ ગેરસમજ દુર કરવા જાહેર નિવેદન કરી એને લોકજાગૃતિ અંગે પણ તંત્રને સૂચના આપી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં રૂૂા.10/-ના સીકકાનું ચલણ વધે અને નોટોની તંગી દુર થાય તેવા પ્રયાસ કરવા સંસ્થાના પ્રમુખ હિતેષ અનડકડ સહિતનાં વેપારીઓએ માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement