મોરબી મહાપાલિકા બનતાની સાથે જ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર સતત ફિલ્ડમાં દેખાઈ રહ્યા છે. ગઇ પણ મ્યુનિસિપલ કમિશનરે ટિમ સાથે ફિલ્ડમાં ઉતરી 15 જેટલા નડતરરૂૂપ દબાણો હટાવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેની આગેવાનીમાં ડેપ્યુટી કમિશનર સંજય સોની, સેનિટેશન વિભાગના કૃષ્ણસિંહ જાડેજા, દબાણ શાખાના હિતેશભાઈ રવેશિયા સહિતના અધિકારીઓએ આજેહોસ્પિટલ ચોકથી વિજય ટોકીઝ, નહેરૂૂગેટ ચોક, નાસ્તા ગલી, પોસ્ટ ઓફિસ રોડ, શાકમાર્કેટ સહિતના સ્થળોએ ડ્રાઇવ યોજી હતી.
આ વેળાએ રોડ ઉપર નડતરરૂૂપ લારી, ગલ્લા અને રેકડીના 15 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીન અધિકૃત 15 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જે બદલ 29 વેપારીઓને રૂૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.