For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણીમાં ઝૂમ બરાબર ઝૂમ : 2019 કરતાં દોઢ લાખ લિટર વધુ દારૂ પકડાયો

05:58 PM May 04, 2024 IST | Bhumika
ચૂંટણીમાં ઝૂમ બરાબર ઝૂમ   2019 કરતાં દોઢ લાખ લિટર વધુ દારૂ પકડાયો
Advertisement

16 માર્ચથી 30 માર્ચ દરમિયાન સરેરાશ દરરોજ 12 હજાર લિટર દારૂ પકડાયો

ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે અવનવા પ્રલોભનો આપતા હોય છે. આર્થિક પછાત મતદારોને રીઝવવા માટે દારૂ વેંચાવો હોવાનું પણ અવાર નવાર સામે આવતું રહે છે. આ વર્ષે આદર્શ આચાર સંહિતા દરમિયાન ચુંટણી પંચની સુચનાથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે. 16 માર્ચથી 30 એપ્રીલ દરમિયાન કુલ 5 લાખ 38 હજાર લીટર દારૂ પકડવામાં આવ્યો છે. ગત 2019ની લોકસભા ચૂંટણી કરતા આ વખેત કુલ દોઢ લાખ લીટર દારૂ વધુ પકડાયો છે.

Advertisement

આ અંગે માહિતી આપતા ચૂંટણી પંચ દ્વારા નીમાવેલ નોડલ ઓફિસર નરસિંહા કોનારે જણાવ્યું છે કે, આ વર્ષે કુલ 5 લાખ 38 હજાર લિટર દારૂનો જથ્થો સમગ્ર રાજ્યમાં પકડી પાડવામાં આવ્યો છે. વર્ષ 2019 કરતા આ વખતે દોઢ લાખ લીટર જેટલો વધુ જથ્થો પકડાયો છે. વર્ષ 2019માં કુલ 3 લાખ 96 લીટર જથ્થો પકડાવમાં આવ્યો હતો જેની કુલ કિંમત 16.59 કરોડ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોરબી, સુરત (ગ્રામ્ય), સુરેન્દ્રનગર, દાહોદ અને બનાસકાંઠામાંથી વધારે માત્રામાં દારૂ પકડાયો છે. બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અનેક પ્રકારના પેતરાઓ અજમાવવામાં આવતા હતાં. પરંતુ અમારી ટીમો દ્વારા બુટલેગરોના તમામ પ્રયત્નો નાકામ કરીને મતદારો સુધી પહોંચે તે પહેલા રસ્તામાં જ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

ચુંટણી પંચ દ્વારા તંત્રને ગેરકાયદેસર દારૂના વેચાણ પર તુટી પડવાની સુચનાઓ આપવામાં આવી હતી. જેેના પગલે જીલ્લા પોલીસ તંત્ર ઉપરાંત અલગ અલગ ટીમો ગુજરાતની હદમાં પ્રવેશવાની દરેક પોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહી હતી. જેનાપગલે સમગ્ર તંત્રના કોર્ડીનેશનથી આ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement