For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થોરાળા પોલીસ સ્ટેશન નજીક વરલીના જુગાર ઉપર જખઈનો દરોડો

04:47 PM Jun 20, 2024 IST | admin
થોરાળા પોલીસ સ્ટેશન નજીક વરલીના જુગાર ઉપર જખઈનો દરોડો

નામચીન જુગારી ફરાર : ત્રણ શખ્સોની ધરપકડ : સ્થાનિક પોલીસની મીઠી નજરથી ચાલતી વરલીની જુગાર ક્લબ ઉપર એસએમસીના દરોડાથી નાસભાગ

Advertisement

રાજકોટમાં છેલ્લા ઘણા વખતથી ચાલતી અને થોરાળા પોલીસ સ્ટેશનથી થોડે દૂર જ ધમધમતી વરલીના આંકડાની જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડતા નાશભાગ મચી ગઈ હતી. આ દરોડામાં સુત્રધાર ફરાર થઈ ગયો હતો. જ્યારે તેના સાગરિતો સહિત ત્રણની ધરપકડ કરી એક લાખનો મુદ્દામાલ અને વાહન કબ્જે કરવામાં આવ્યા છે. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ ઉપર ખાતાકીય કાર્યવાહી થઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા આ દરોડાને લઈને થોરાળા પોલીસ સામે કડક કાર્યવાહી કરી શકે છે. રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર એક હોટલ પાસે ચાલતી વરલીના આંકડાની જુગાર ક્લબ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડાથી ત્યાં હાજર જુગાર રમવા આવેલા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી. સ્ટેટ મોનેટરીંગ સેલને ડીવાયએસપી કે.ટી. કામળિયાની સુચનાથી દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં આ વરલી ફિચરની જુગાર ક્લબ ચલાવતો મયુરસિંહ નામનો સુત્રધાર ફરાર થઈ ગયો હતો. જ્યારે તેના સાગરીત સહિત પાંચ શખ્સોની એસએમસીએ ધરપકડ કરી હતી. સ્થળ ઉપરથી રોકડ અને ચારથી પાંચ વાહનો મળી એક લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, થોરાળા પોલીસ સ્ટેશનથી 200 મીટર દુર ચાલતી હતી. આ વરલીની જુગાર ક્લબ ઉપર સ્થાનિક પોલીસની મીઠી નજર હોય અને જાહેરમાં જ વરલીના આંકડા લેવામાં આવતા હતાં. છેલ્લા ઘણા વખતથી ચાલતા આ વરલીના જુગાર અંગે એસએમસીને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા બાદ હવે નવયુક્ત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા થોરાળા પોલીસ મથકના અધિકારીઓ અને ડી સ્ટાફ સામે આકરા પગલા લઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement