For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના રણમાં ચાર લોકો ઉપર થયેલ ફાયરિંગમાં ઘવાયેલ યુવકનું મોત

01:33 PM May 16, 2024 IST | Bhumika
કચ્છના રણમાં ચાર લોકો ઉપર થયેલ ફાયરિંગમાં ઘવાયેલ યુવકનું મોત
Advertisement

17 શખ્સો સામે ખુનનો ગુનો નોંધાયો, અન્ય ત્રણ હજુ સારવારમાં

કચ્છના ઘુડખર અભ્યારણ્યમાં આવેલ રણમાં મીઠું પકવવાની તગડી કમાણીને લઇને વાગડ પંથકનાં રણમાં ચાલતી અદાવતમાં એક જુથે ફિલ્મી ઢબે બીજા જૂથ ઉપર હુમલો કરી ફાયરીંગ કરતા ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જેમાં એકનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. આ મામલે 17 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

Advertisement

કાનમેર જોધપરવાંઢ બાજુનાં રણમાં બે ગામનાં જૂથ વચ્ચે ચાર દિવસ પૂર્વે સશત્ર જૂથ અથડામણ થઇ હતી. જેમાં ફાયરિંગ પણ કરાયું હતું. મારામારીના આ બનાવમાં દિનેશ ખીમજી કોળી (ઉ.વ. 42), મગન સુજા ગોહિલ (ઉ.વ. 55), વલીમામદ ઇબ્રાહીમ રાજા (ઉ.વ. 33), મુકેશ બેચરા કોળી (ઉ.વ. 25)ને ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે ગાંધીધામ અને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ દિનેશ ખીમજી કોળી (ઉ.વ. 42)ને માથામાં ગોળી વાગી હોય જેનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. મૃતક દિનેશભાઈ બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને 3 પુત્રી છે. તે રણ વિસ્તારમાં જમીન જોવા ગયા ત્યારે હુમલો થયો હોય તે ઘાયલ થયા હતા.

આ મામલે મગનભાઈ સુજાભાઇ ગોહિલની ફરીયાદ ને આધારે ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા,સબરા પાલા વાઘેલા,દેવા કરશન ડોડીયા,ઈશ્વર રજપુત,શકિત ડાયા ડોડીયા,બળદેવ ગેલા રજપુત રાયઘણ ઉસેટીયા,વિજય રાયઘણ ઉસેટીયા,કાજા અમરા રબારી,વિરમ રબારી,સતિષ કલા ભરવાડ,લખમણ દેવા ભરવાડ,અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર રબારી અને સવાર રત્ના રબારી સામે નોંધાયેલ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement