For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ રેલવે સ્ટેશન ઉપર યુવાન ચાલુ ટ્રેને પટકાયો: RPFના જવાનની સતર્કતાથી જીવ બચ્યો

03:44 PM Jun 10, 2024 IST | admin
રાજકોટ રેલવે સ્ટેશન ઉપર યુવાન ચાલુ ટ્રેને પટકાયો  rpfના જવાનની સતર્કતાથી જીવ બચ્યો

ઝપાઝપીમાં અજાણ્યા મુસાફરે ધક્કો મારતાં પટકાયો હોવાના આક્ષેપ સાથે યુવાન સારવારમાં

Advertisement

વાંકાનેરમાં રહેતો યુવાન ટ્રેનમાં જઈ રહ્યો હતો ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી ઉતરતી વખતે અકસ્માતે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ઘટનાને પગલે રેલવે સ્ટેશન પર ફરજ પર હાજર રહેલા આરપીએફના જવાનની સતર્કતાના કારણે યુવકનો જીવ બચ્યો હતો. જે વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં યુવકનો જીવ બચાવનાર આરપીએફના જવાની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. હોસ્પિટલના બિછાને સારવાર અર્થે પહોંચેલા યુવાને અજાણ્યા મુસાફરે ધક્કો મારતાં નીચે પટકાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરમાં આવેલી ગીતા વિદ્યાલય પાસે રહેતાં મેહુલ જગદીશભાઈ વોરા નામનો 20 વર્ષનો યુવાન ગઈકાલે ટ્રેનમાં જઈ રહ્યો હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.3 ઉપર મેહુલ વોરા ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો.ઘટનાને પગલે પ્લેટફોર્મ પર ફરજ બજાવતાં આરપીએફના જવાન પ્રભાતભાઈ આહીર અને ત્યાં હાજર મુસાફરો દોડી ગયા હતાં અને અઘટીત ઘટના ઘટે તે પૂર્વે જ આરપીએફના જવાન પ્રભાતભાઈ આહીરની સતર્કતાથી યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો યુવકને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં ચાલુ ટ્રેને અજાણ્યા મુસાફરોએ ઝપાઝપી કરી ધક્કો મારતાં નીચ પટકાયો હોવાનું ઈજાગ્રસ્ત મેહુલ વોરાએ આક્ષેપ કર્યો છે. જ્યારે સીસીટીવી ફુટેજમાં યુવાન નીચે ઉતરતી વખતે ગબળી પડયો હોવાનું સામે આવ્યું છે. જે વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં યુવકનો જીવ બચાવનાર આરપીએફના જવાની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement