For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના બોર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

12:55 PM Apr 24, 2024 IST | Bhumika
ભાવનગરના બોર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ભાવનગર શહેરના બોર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજયું છે. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર (બોરતળાવ)માં ખોડીયાર માતાજીના મંદિર પાસે પાણીમાં એક લાશ તરતી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પાણીમાંથી લાશને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. મરનાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતો ચિરાગ રાજેશભાઈ પરમાર ઉં.વ.20 હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement