For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોધિકાના પારડી ગામે હાર્ટએટેકથી યુવકનું મોત

01:05 PM Jan 02, 2024 IST | Sejal barot
લોધિકાના પારડી ગામે હાર્ટએટેકથી યુવકનું મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં લોધિકાના પારડી ગામે યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકાના પારડી ગામે રહેતા દેવેન્દ્ર વાલજીભાઈ સોલંકી નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપાડતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. શાપર પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દેવેન્દ્ર સોલંકી એકની એક બહેનનો અકનો એક નાનો ભાઈ હતો. અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement