For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં યુવા વકીલનું હૃદયરોગના હુમલાથી મોત

11:30 AM Jan 05, 2024 IST | Bhumika
ભાવનગરમાં યુવા વકીલનું હૃદયરોગના હુમલાથી મોત

ભાવનગરના યુવા ધારાશાસ્ત્રી મૃદંગરાજસિંહ ચૂડાસમાનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં આજે સમગ્ર કોર્ટ સંકુલમાં બારે ગમગીનીનો માહોલ ફેલાયો હતો. આજે કોર્ટ સંકુલ ખાતે આવેલા બાર રૂૂમમાં ત્રણે વકીલ મંડળ દ્વારા સયુક્ત શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

યુવા ધારાશાસ્ત્રી મૃદંગરાજસિંહ ચૂડાસમા સિનિયર ધારાશાસ્ત્રી સ્વ. મુળરાજસિંહ ચૂડાસમાના પુત્ર હતા. તેઓ સિવીલ, ક્રિમીનલ અને રેવન્યુ ક્ષેત્રના માહેર એડવોકેટ હતા અને તેમણે હાઇકોર્ટથી પ્રેક્ટીસની શરૂૂઆત કરી હતી. રવિવારના રોજ સવારે તેઓ ઘરે હતા ત્યારે તેમને હૃદયમાં દુખાવો થતાં તેમને સર.ટી. હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા. તેમનું અવસાન થયું હતું. આજે ભાવનગર બાર એસો.ના પ્રમુખ હિરેન જાની, ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ અનિલસિંહ જાડેજા અને એમએસીપી બાર.એસો.ના પ્રમુખ કિર્તિ શુક્લ દ્વારા સંયુક્ત શોક ઠરાવ પસાર કરાયો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement