For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડધરીના ખોડાપીપર ગામે શેઢાની તકરારમાં ખેડૂત યુવાન પર હુમલો

12:07 PM Dec 23, 2023 IST | Sejal barot
પડધરીના ખોડાપીપર ગામે શેઢાની તકરારમાં ખેડૂત યુવાન પર હુમલો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામે સેઢાની તકરારમાં ખેડુત યુવાન પર બે ભાઈઓએ પાવડાના હાથા વડે હુમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના ખોડાપીપર ગામે રહેતા ખેડુત કૌશીકભાઈ વલ્લભભાઈ પીપરિયા (ઉ.વ.38) પટેલ યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હરીપર ગામના રમેશ અણદાભાઈ કોટડિયા અને શૈલેષભાઈ અણદાભાઈ કોટડિયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીના ખેતરનો સેઢો વીખી નાખતા ફરિયાદી કહેવા જતા બંન્ને ભાઈઓએ ઉશ્કેરાઈ જઈ પાવડાના હાથા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

પરણીતા પર સાસરિયાઓએ ઘરકામ બાબતે ત્રાસ ગુજાર્યો

ગોંડલના લીલીયાગામે રહેતી સેજલબેન ધવલભાઈ પટડવા (ઉ.વ.29) આહિર યુવતીએ અમદાવાદ રહેતા પતિ ધવલભાઈ ઉકાભાઈ પટડવા, સસરા ઉકાભાઈ બચુભાઈ પટડવા અને સાસુ મધુબેન ઉકાભાઈ પટડવા સામે નાની નાની બાબતે ત્રાસ આપતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

છેડતીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

રાજકોટ જિલ્લાના લોધીકા પોલીસ સ્ટેશનના છેડતીના ગુનામાં નાસતા ફરતા આરોપી અભિષેક જગદીશ વસાની (ઉ.વ.28)ની એલ.સી.બી.એ જામનગર રોડ નાગેશ્ર્વર વિસ્તારમાંથી ધરપકડ કરી આરોપીને લોધીકા પોલીસના હવાલે કરી દીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement