For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદના સોંદરડા નજીક યુવાન-વૃદ્ધ ઉપર સાત શખ્સનો ધોકા-પાઇપ-છરીથી હિચકારો હુમલો

12:14 PM Apr 29, 2024 IST | Bhumika
કેશોદના સોંદરડા નજીક યુવાન વૃદ્ધ ઉપર સાત શખ્સનો ધોકા પાઇપ છરીથી હિચકારો હુમલો

કેશોદના સોંદરડા ગામ નજીક બાઈક લઈ પસાર થતાં ભંડૂરી ગામના યુવક અને તેના મોટા બાપુ ઉપર યુવકના બનેવી, તેના ભાઈ, સસરા, સહિત 7 શખ્સોએ લોખંડના પાઈપ, લાકડાના ધોકા, છરી વડે હિંચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. 108 મારફત બંનેને કેશોદ બાદ જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવતાં પોલીસે 7 શખ્સો વિરૂૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અંગે હકિકત એવી છે કે ફરિયાદી રણવીરસિંહ નાગદાનભાઈ સીસોદિયા અને તેની બહેનના ગળોદર ગામે સામ સામે લગ્ન થયેલાં છે. બહેનને સાસરિયા પક્ષવાળા ત્રાસ આપતાં હોય છેલ્લાં ડોઢ મહિનાથી ભંડૂરી ગામે રિસામણે આવેલ હતાં જેને લેવા તેના સાસરિયા પક્ષવાળા ભંડૂરી આવ્યાં હતાં ત્યારે મોટા બાપુ લખમણભાઈ જીવાભાઈ સીસોદિયાને માર મારી ઈજા પહોંચાડી હતી.

આથી લખમણભાઈ સારવાર ચાલું હોય ફરિયાદી રણવીરસિંહ તેના મોટા બાપુ કેશોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ભંડુરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે સોંદરડા ગામથી થોડે દુર પહોંચતાં 7 લોકોએ રસ્તાંઉપર આડા ઉતરી તેમના ઉપર હુમલો કર્યો હતો. જેમાં સૌપ્રથમ બાઈક ચલાવનાર યુવક ઉપર તેના જ બનેવી જનકે માથાના ભાગથી નીચે લોખંડનો પાઈપ મારી યુવક અને તેના મોટા બાપુને નીચે પછાડી દીધા હતાં.

Advertisement

બાદ બહેનના સસરા વિક્રમભાઈ અને તેમાં પુત્ર કરણે છરી વડે હૂમલો કર્યો હતો. અન્ય 4 લોકો જે યુવકના બનેવીના મામા અને તેના પુત્ર થતાં હોય તેઓએ યુવક અને તેના મોટા બાપુ ઉપર લાકડાના ધોકા વડે આડેધડ માર મારી હાથ, પેટ, પગના ભાગે ઇજા પહોંચાડી હતી. ઘટના સ્થળે લોકો એકઠા થતાં તમામ સાતેય હુમલાખોરો આજે તો તમે બચી ગયાં હવે સામે મળશો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભુંડી ગાળો બોલી ભાગી છૂટયાં હતાં. કોઈએ 108 ને ફોન કરી બંને સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડયાં હતાં. પોલીસે ગળોદરના જનક વિક્રમભાઈ સિંધવ, વિક્રમભાઈ સોનિંગભાઈ સિંધવ, કરણ વિક્રમભાઈ સિંધવ, એકલેરાના મહિપત માણસુરભાઈ સીસોદિયા, સોમાત કાબાભાઈ સીસોદિયા, વનરાજ કાબાભાઈ સીસોદિયા તેમજ કેવદ્રા ગામના મેહુલ વિરૂૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement