For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે કામ કરજો, મોરબીના ધારાસભ્યને ભરી સભામાં સવાલ

05:23 PM May 02, 2024 IST | Bhumika
બે વર્ષથી ધક્કા ખવડાવો છો  હવે કામ કરજો  મોરબીના ધારાસભ્યને ભરી સભામાં સવાલ
Advertisement

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસો આંગળીના વેઢે ગણી શકાય એટલા બાકી છે. ઉમેદવારો અને કાર્યકર્તાઓ ધાર્મિક, સામાજીક કાર્યક્રમમાં પણ હાજરી આપી તેમની પાર્ટીને મત આપવા અપીલ કરતા હોય છે. ત્યારે મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. ત્યારે સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેને લઈ સ્ટેજ પર જોવા જેવી થઈ હતી.

મોરબીમાં શક્તિધામ મંદિરે ચાલી રહેલા મહોત્સવમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. ત્યારે સ્ટેજ પરથી સમાજ આગેવાનોએ વાડી-વિસ્તારમાં આજની તારીખે ટપાલ આવતી નથી, લાઈટ કનેક્શન નથી મળતા અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો બાકી છે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વહેલી તકે કામ કરાવી આપજો તેવી આપીલ કરી હતી. જેનું જવાબ આપતા કાંતિ અમૃતિયાએ કહ્યું કે, કામ ચાલું છે, જલ્દીથી થઈ જશે. ભૂગર્ભ ગટરનું કામ ચાલું છે જેટલી વાડી બાકી હોય એ ધ્યાન આપજો, જો નબળું કામ થાય તો બંધ કરાવી દેજો. પાણીની લાઈનનું કામ ચાલે છે.

Advertisement

ટ્રસ્ટને આપેલું સ્માશાનનું કામ પૂરું થઈ ગયું છે. સ્કૂલનું કામ ચાલું છે. બાકની નાના-મોટા કામ હશે તે અરવિંદભાઈ અને અમારી મહાકાળવાળી ટીમ સાથે મારી અંગત લાગણી છે. કોઈપણ કામ હોય તો મારા ઘરે આવી શકો છો અને વાડી-વિસ્તારના જે પ્રશ્ન હોય તેનું નિરાકરણ આપણે કરીશું. પણ આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઉતરતો હોય. આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું. ધારાસભ્ય સામે આગેવાનોએ પ્રશ્નોનો મારો ચલાવતા ધારાસભ્યએ મહાકાળ ગ્રુપ સાથે મારી લાગણી છે અને કોઈપણ કામ હોય તો ઘરે આવી શકો છો એવું કહ્યું હતું. અમૃતિયાએ આવું કહેતાની સાથે જ સમાજના આગેવાને લાગણી છે, પરંતુ બે વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવે અને કામ કરો તેવું મોઢા પર ચોપડ્યું હતું. ત્યારે કાંતિભાઈએ મને આવ્યાને એક વર્ષ થયું છે બોલતા આગેવાને 30 વર્ષ થયા તમે છો, વર્ષ નથી થયું તેવું જણાવ્યું હતું. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement