For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્ર્વની સૌથી કિંમતી ચોકલેટ લાખ રૂપિયાની 100 ગ્રામ

01:16 PM Apr 04, 2024 IST | Bhumika
વિશ્ર્વની સૌથી કિંમતી ચોકલેટ લાખ રૂપિયાની 100 ગ્રામ
  • ઇક્વાડોરમાં ખાસ પ્રકારના કોકો બિન્સમાંથી બને છે

ઇક્વાડોરમાં એક ખાસ પ્રકારના કોકો બીન્સમાંથી બનતી ટોઆક ચોકલેટને તાજેતરમાં વિશ્વની સૌથી મોંઘેરી ચોકલેટનું બિરુદ મળ્યું છે. આ ચોકલેટ કદાચ વિશ્વની સૌથી મોંઘી નથી, પરંતુ એ ખૂબ વેલ્યુએબલ છે, કેમ કે જેમાંથી એ બને છે એ નેસિઓનલ કોકોનાં વૃક્ષ ઇક્વાડોરના માત્ર 14 ખેતરોમાં જ ઊગે છે. વિશ્વમાં કોસ્ટલીએસ્ટ ચોકલેટ્સ બીજી ઘણી છે; જેમાં ટ્રફલ્સ, ગોલ્ડ વગેરે ઉમેરવામાં આવે છે, પણ ટોઆક ચોકલેટમાં આવાં કોઈ જ ગિમિક નથી.

Advertisement

એ નેચરલ નેસિઓનલ કોકોબીન્સમાંથી બનેલી સિલ્કી ચોકલેટ છે. ટોઆક ચોકલેટ બનાવતી કંપનીનો દાવો છે કે આ વિશ્વમાં મળતી ધ મોસ્ટ એક્સ્પેન્સિવ નેચરલ ચોકલેટ છે. ટેક્નિકલી એ સાચું પણ છે, કેમ કે આ ચોકલેટનો 100 ગ્રામનો એક બાર લગભગ 99,500 રૂૂપિયાનો છે. નેસિઓનલ કોકો પ્લાન્ટ હવે લગભગ પૃથ્વી પરથી વિલુપ્ત થઈ રહ્યા છે ત્યારે આ કંપની ઇક્વાડોરની પિએડ્રા વેલીમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલાં ખેતરોમાં ઊગતાં જિનેટિકલી પ્યોર વૃક્ષોના કોકોબીન્સ જ વાપરતી હોવાનો દાવો કરે છે. પહેલાં તેઓ આ કોકોબીન્સની ઓરિજિનલિટી ટેસ્ટ કરાવે છે અને પછી જ વાપરે છે. જોકે એને કારણે તેઓ ખૂબ ઓછી માત્રામાં ચોકલેટ બનાવી શકે છે અને એ બનાવવાનો ખર્ચ પણ સારોએવો છે. જેમ વ્હીસ્કી જેટલી જૂની એટલી વધુ સ્વાદિષ્ટ કહેવાય છે એમ આ ટોઆક ચોકલેટ પણ ચોક્કસ સમય સુધી એજિંગ પ્રોસેસમાંથી પસાર થાય એ પછી જ એની ટિપિકલ ફ્લેવર ડેવલપ કરે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement