For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુરંગા વિસ્તારમાં મહિલા સશક્તિકરણ: હસ્તકલા અને સીવણની વિનામૂલ્યે તાલીમ અપાઈ

06:33 PM Jun 08, 2024 IST | Bhumika
કુરંગા વિસ્તારમાં મહિલા સશક્તિકરણ  હસ્તકલા અને સીવણની વિનામૂલ્યે તાલીમ અપાઈ
Advertisement

 દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃતિઓ (સી.એસ.આર.) ના ભાગરૂપે મહિલા સશક્તિકરણ માટે હસ્તકલા અને સીવણ માટેના 15 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન અને દ્વારકા ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલાઓના કૌશલ્યના વિકાસની સાથે આત્મસન્માન અને આત્મનિર્ભરતા વધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યું હતું.   દ્વારકા નજીકના કુરંગા ખાતે આવેલી આર.એસ.પી.એલ. ઘડી કંપની દ્વારા સી.એસ.આર. (RSPL Welfare Foundation) અને ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે કુરંગા ગામ ખાતે મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે હેતુથી તા. 17 મે થી તા. 3 જૂન સુધી સતત 15 દિવસીય હસ્તકલા અને સીવણ માટે નો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને હસ્તકલા અને સીવણ કામના વિવિધ પાસાઓમાં કૌશલ્ય પ્રદાન થાય તે માટેનાઆ આયોજનમાં અનુભવી ટ્રેનર્સ દ્વારા ઉચ્ચ ગુણવત્તાની તાલીમ આપવામાં આવી હતી.  મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત કરવા માટે યોજવામાં આવેલા આ તાલીમ કાર્યક્રમ દ્વારા મહિલાઓને આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન અને ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા કૌશલ્યો પ્રદાન કરવામાં આવ્યા હતા. જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે સક્ષમ બનશે.  આ કાર્યક્રમના અંતે સંપૂર્ણ તાલીમ લેનાર મહિલાઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ મહત્વની તાલીમ વિના મૂલ્યે મેળવનાર તમામ મહિલાઓએ બંને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement
Advertisement