For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં કાર લઇ જતા અજાણ્યા શખ્સોને અટકાવતા મહિલાને મારી નાખવાની ધમકી

12:10 PM Apr 20, 2024 IST | Bhumika
મોરબીમાં કાર લઇ જતા અજાણ્યા શખ્સોને અટકાવતા મહિલાને મારી નાખવાની ધમકી
  • મહિલાએ 13 ઇસમો વિરૂદ્ધ સિટી બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મોરબીના વીસીપરા ચાર ગોદામ પાછળ રોહિદાસપરાની બાજુમાં ગુલાબનગરમા રાહુલભાઈની વેરના ગાડી બહાર પડી હોય જે પોતાની ગાડી હોવાનું માની ખાત્રી તપાસ કર્યા વગર લઈ જવાની કોશિશ કરતા હોય જેઓને મહિલાએ તથા સાથીએ રોકટોક કરતા તેઓની સાથે બોલાચાલી કરી મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તેર ઈસમો વિરૂૂદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ચાર ગોદામ પાછળ રોહિદાસપરાની બાજુમાં ગુલાબનગરમા રહેતા સરીફાબેન ઉર્ફે મુમતાજબેન (ઉ.વ.40) એ આરોપી આનંદ ગણપતભાઇ દવે રહે રાજકોટ ખોડીયારનગર, ભાવીક ભરવાડ, રવી ભરવાડ, અભય મકવાણા , ધવલ મકવાણા , ધર્મેશ બારોટ, ધવલભાઇ મુકેશભાઇ પ્રજાપતિ, રજત સાવલીયા, પાર્થ પટેલ, વિવેક ઉમરેઠીયા, ભરત ડાંગર , સમીર સલીમભાઇ શાહમદાર, સાહિલ બોદુભાઇ રહે બધા રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.18-04-2024 ના રોજ રસુલભાઇની હુન્ડાઇ કંપનીની વેરના ગાડી તા.18/04/2024ના રોજ ઘરની બહાર હોય જેને જુદી જુદી ગાડીઓમાં આવેલ આરોપીઓએ પોતાની ગાડી હોવાનુ માની ખાત્રી તપાસ કર્યા વગર લઇ જવાની કૌશીશ કરતા હોય જેઓને ફરીયાદીએ તથા દાઉદભાઇ વિગેરે નાઓએ રોકટોક કરતા તેઓની સાથે બોલાચાલી ગાળાગાળી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર સરીફાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -504,506(2), 143,149 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement