For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોડીનારમાં છરીના ઘા ઝીંકી મહિલાની હત્યા

01:36 PM Jun 22, 2024 IST | Bhumika
કોડીનારમાં છરીના ઘા ઝીંકી મહિલાની હત્યા
Advertisement

સામાન્ય તકરારમાં માથાકૂટ થઇ હતી: પાડોશી દંપતી સંકજામાં

Advertisement

કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની માં રહેતા હેમંતકુમાર યાદવ નામના યુવાનના પત્ની સંજુકુમારી યાદવ ઉંમર વર્ષ 39 નું આજરોજ તેના પાડોશીમાં રહેતા યુવાને છરીના ઘા જીંકી દેતા તેણીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યુ હતુ.પાડોશી મહિલા સાથેની સામાન્ય બાબતની તકરારમાં મહિલા અને તેના પતિએ સંજુ કુમારીને છરીના ઘા જીંકી દીધા હતા.

આ ઘટનાના પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ આજે બપોરના સમયે બનેલા આ ઘટના વખતે સંજુ કુમારી યાદવના પતિ હેમંતકુમાર યાદવ જમીને ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરવા ગયેલા ત્યારે સંજુકુમારી અને તેના બાળકો ઘરે એકલા હતા ત્યારે તેના પાડોશીમાં રહેતી મહિલા સાથે સામાન્ય બાબતની તકરારમાં બોલાચાલી થયેલ જેથી મહિલાના અને પતિ એ સંજુ કુમારીને છરીના ઘા જીંકી દીધા હતા અચાનક બનેલા બનાવથી મૃતકના બાળકોએ તેમના પિતાને ફોન કરી જાણ કરી હતી જેથી હેમંતભાઈ યાદવ તુરત જ ઘરે આવેલા અને તેના પત્નીને લોહી લુહાણ હાલતમાં જોતા તેને પ્રથમ અંબુજાનગર હોસ્પિટલમાં લઈ ગયેલા પરંતુ તેણીનું મૃત્યુ નીપજ્યું હોય તેને કોડીનાર સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડવામાં આવેલા બનાવની જાણ કોડીનાર પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તુરત જ ઘટના સ્થળે પહોંચી જઈને પાડોશમાં રહેતા પતિ પત્નીની અટક કરીને વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement