For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજા હાઇવે પર કાર અડફેટે મહિલાનું મોત

12:01 PM Dec 12, 2023 IST | Sejal barot
તળાજા હાઇવે પર કાર અડફેટે મહિલાનું મોત

ભાવનગર - તળાજા હાઇવે રોડ પર આવેલ બુધેલ ગામ નજીક કાર અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું,જ્યારે એક મહિલાને ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર - તળાજા હાઇવે રોડ પર આવેલ બુધેલ ગામ નજીક આજે પસાર થઈ રહેલી કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલી મહિલાને અડફેટે લેતા સંગીતાબહેન વિપુલભાઈ નામની મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,જ્યારે એક મહિલાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે રોડ ઉપર લોકો એકઠા થઇ ગયા હતા.
આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.આ ઘટનાની જાણ થતાં આર.ટી.ઓ.ઇન્સપેક્ટર પણ બનાવ સ્થળે દોડી ગયા હતા.અકસ્માતની આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા અકસ્માતનાં બનાવમાં ભાવનગરના ચિત્રા રોડ પર આવેલ ગાયત્રી મંદિર સામે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા મહિલા ને ગંભીર ઈજા પહોંચી હતી જેનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું.
ભાવનગરના ફુલસર ,રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા રવજીભાઈ ડાયાભાઈ બારૈયા ગ તેમના સાસુ કાંતાબહેનને લઈને દવા લેવા માટે હોસ્પિટલ ગયા હતા અને દવા લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે શહેરના ચીત્રા રોડ પર આવેલ ગાયત્રી મંદિર સામે કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતાં મોટરસાઇકલમાં પાછળ બેઠેલા કાંતાબહેન નીચે પડી જતા તેમને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન કાંતાબેન નું મોત નિપજ્યું હતું. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement