For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ભગવતપરામાં ઉછીના પૈસા આપવાની ના પાડતા મહિલા પર હુમલો

11:52 AM Jun 06, 2024 IST | Bhumika
ગોંડલના ભગવતપરામાં ઉછીના પૈસા આપવાની ના પાડતા મહિલા પર હુમલો
Advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલના ભગવતપરા વિસ્તારમાં ઉછીના પૈસા લેવા આવેલા પાડોશીને પૈસા આપવાની ના પાડતા મહિલાના ઘરમાં ઘુસી તોડફોડ કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી એક ઘટનામાં શાપર-વેરાવળમાં કાર સરખી ચલાવવાનું કહેતા ત્રણ શખ્સોએ યુવાન પર કુહાડી-ધોકા વડે હુમલો કરી ધમકી આપ્યા ની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ભગવતપરા હરભોલે સોસાયટી રામેશ્ર્વર રેસીડેન્સીમાં રહેતા ગીતાબેન હિતેશભાઈ મકવાણા ઉ.વ.40એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પડોશમાં રહેતા સંજય સુનિલભાઈ ડાભીનું નામ આપ્યું છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી પાડોશમાં રહેતો હોય અને અવાર નવાર તેને રૂપિયાની જરૂર પડતી હોય તેમ ફરિયાદી પાસેથી ઉછીના પૈસા લઈ જતો હતો. ગઈકાલે ફરિયાદી મહિલા ઘરે હતા ત્યારે આરોપી ઉછીના પૈસા લેવા આવ્યો હતો. પરંતુ ફરિયાદીએ રૂપિયાની સગવડતા થાય તેમ નથી આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી મહિલાને માર મારી બાઈકમાં તોડફોડ કરી જતો રહ્યો હતો અને ફરિયાદીના પતિને ફોન કરી કહેલ કે કાં તો હું મરી જઈશ કાંતો હું તમને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બીજી એક ઘટનામાં શાપર-વેરાવળના પારડી ગામે રહેતા અનિલ મહેન્દ્રભાઈ સાગઠિયા ઉ.વ.24 નામનો યુવાન ઘર પાસે બેઠો હતો ત્યારે પાછળની શેરીમાં રહેતો મયુર રાઠોડ ફુલ સ્પીડમાં ઘર પાસેથી બોલેરો કાર લઈને નિકળતા કાર ધીમી ચલાવવાનું કહ્યું હતું તે બાબતે ઝઘડો થયા બાદ આરોપી મયુર રાઠોડ, અનિલ રાઠોડ અને હરપાલ રાઠોડ કુહાડી, ધોકા પાઈપ સાથે ધસી આવી ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement