For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુણવત્તાયુક્ત શિક્ષણની નેમ સાથે આચાર્યાનું પદ શોભાવે છે ડો. હેતલ મહેતા

12:33 PM Apr 03, 2024 IST | Bhumika
ગુણવત્તાયુક્ત શિક્ષણની નેમ સાથે આચાર્યાનું પદ શોભાવે છે ડો  હેતલ મહેતા
  • પોતે જૈન હોવાના કારણે વિજ્ઞાન પ્રવાહમાં જીવતા પ્રાણીનો પ્રેક્ટિકલ પ્રયોગમાં ઉપયોગ પસંદ ન પડતા સાયન્સ છોડી સાહિત્ય સાથે દોસ્તી કરી
  • ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના આચાર્યા ડો. હેતલ મહેતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે

વર્તમાન સમયમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં મલ્ટિ ટાસ્કિંગવાળા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હોય છે તેથી વિદ્યાર્થીઓએ પણ તેમાં ખરું ઉતરવું પડે છે.‘અમારી કોલેજમાં પ્રવેશો એટલે જાણે કોઈ ફોરેનની કોલેજમાં આવી ગયા હોય તેવું અનુભવશો. ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સ્વચ્છતા અને દરેક પ્રકારે કોલેજનું વાતાવરણ ઊડીને આંખે વળગે તેવું છે’.અત્યાર સુધીમાં આ કોલેજમાંથી 23 જેટલા વિદ્યાર્થી સી.એ. બન્યા છે, 10 જેટલા રેડિયો ટીવી આર્ટિસ્ટ છે, 600 જેટલા વિદ્યાર્થીઓએ ઇન્ક્યુબેટરસ સ્થાપેલ છે, 85 જેટલા વિદ્યાર્થીઓ પ્રોફેસર બન્યા છે તથા 5 મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં સ્થાન પામ્યા છે. કોલેજે 9 જેટલા ક્ધટ્રી સાથે એમઓયુ કરેલ છે જેમાં સિંગાપોર, પોલેન્ડ, અમેરિકા વગેરેનો સમાવેશ થાય છે’. આ આત્મવિશ્વાસ અને ગૌરવની લાગણીભર્યા શબ્દો છે ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના આચાર્યા ડો. હેતલ જે.મહેતાના જેઓ 2010થી આ કોલેજમાં સેવા આપી રહ્યા છે.

Advertisement

તેમના જીવનના કેન્દ્રસ્થાને જ જાણે કોલેજ હોય તેમ કોલેજની પ્રગતિની વાત કરતા ખૂબ ગૌરવ અને ખુશીની લાગણી અનુભવે છે. 2004માં સુરેશભાઈ સવાણીએ અનેક સંઘર્ષ વેઠી પોતાના ફેમિલી ટ્રસ્ટ દ્વારા બે અધ્યાપકો અને 20 વિદ્યાર્થીઓ સાથે ભાડાના મકાનમાં આ કોલેજ શરૂૂ કરી હતી. હાલ આ કોલેજમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને કોલેજની ખાસ વાત એ છે કે અહીં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારે શિક્ષણ આપવામાં આવે છે,જેમાં આચાર્યા ડો.હેતલબેન મહેતાનો મહત્ત્વનો ફાળો છે. હેતલબેનના પિતાજી જ્યોત કુમાર મહેતા પણ અધ્યાપક હતા અને માતા વિણાબેન ગૃહિણી હોવા છતાં બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ હતા. નાનપણથી પુસ્તકો પ્રત્યે લગાવ અને વાંચનના શોખના કારણે અભ્યાસમાં પણ હંમેશા અવ્વલ રહેતા,ચાહે ધોરણ 12 હોય કે પછી યુનિવર્સિટીની પરીક્ષા હોય. તેજસ્વી હોવાના કારણે ડોક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ એ સમયે વિજ્ઞાન પ્રવાહમાં જીવતા દેડકા વગેરેનો પ્રેક્ટિકલ પ્રયોગમાં ઉપયોગ કરવામાં આવતો અને પોતે જૈન હોવાના કારણે આ ડિસેક્શન કરવું તેઓને પસંદ ન પડ્યું અને તેથી સાહિત્ય સાથે દોસ્તી કરી, અંગ્રેજી સાહિત્ય સાથે ભણવાનું નક્કી કર્યું.તેઓએ બી.એ., એમ.એ, પીએચ.ડી તેમજ એમબીએ કર્યું.

આચાર્યા હોવા ઉપરાંત તેઓ નેક સંસ્થામાં પણ સભ્ય તરીકે કાર્યરત છે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા બેસ્ટ એક્ઝામિનેશન કંડક્ટરનો એવોર્ડ, હાયર એજ્યુકેશન ફોરમ મુંબઈ દ્વારા એકેડેમિક લીડરશિપ માટે એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળ્યા છે. વિદ્યાર્થીઓના જીવનમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા સાથે માતા-પિતાની સેવા કરવી તેમજ ડી.લીટ કરવાનું તેમનું સ્વપ્ન છે. હેતલબેનને તેમના આ સ્વપ્ન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

Advertisement

નવી google જનરેશન માટે કોલેજમાં છે આ સુવિધા
હેતલબેન જણાવે છે કે,‘નવી પેઢી ગૂગલ જનરેશન છે.તેઓ ટેક્નોલોજી સાથે કામ કરે છે તે ઘણી સારી વાત છે પરંતુ લજ્ઞજ્ઞલહય બધું જ શીખવી શકતું નથી’. લજ્ઞજ્ઞલહય મટિરિયલ પ્રોવાઇડ કરે છે પરંતુ પુસ્તકો હાથમાં લઈને વાંચવાની જે મજા છે તે લજ્ઞજ્ઞલહય આપી શકતું નથી,તેથી જ હ્યુમન લાઇબ્રેરીમાં રિયલ પીપલ રિયલ ક્ધવર્સેશનમાં કોઈપણ વક્તા બોલાવવામાં આવે છે જે લાઇબ્રેરીમાં બેસે છે અને ત્યાં જઈને વિદ્યાર્થી પોતાના રસના વિષયની પ્રશ્નોત્તરી,ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત સિમ્ફની મેગેઝિન છે જેમાં વિદ્યાર્થી અને અધ્યાપકો પોતાના મૌલિક લખાણ લખે છે. કોલેજ દ્વારા સહજ કલ્ચર ક્લબમાં કલા શીખવવામાં આવે છે તો સ્ટુડન્ટ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં વિદ્યાર્થી તથા અધ્યાપકો સ્ટુડન્ટ ફ્રી ડાયગ્નોસિસ સેવા અપાય છે.3,500 જેટલી દીકરીઓને વિદ્યાલક્ષ્મી સ્કોલરશિપમાં 60 લાખ જેટલી સ્કોલરશિપ આપવામાં આવી છે.

નવી શિક્ષણનીતિ સારી છે પરંતુ યોગ્ય અમલીકરણ જરૂરી
નવી શિક્ષણની નીતિ સારી છે જેમાં તમામ પ્રકારના પાસા આવરી લેવાયા છે જેમાં યોગ, કસરત, ફાઈનાન્સ પરફોર્મિંગ આર્ટ્સ વગેરે શીખવવામાં આવે છે. નીતિ સારી છે પરંતુ અમલીકરણ યોગ્ય થવું જરૂૂરી છે. નવી શિક્ષણનીતિના કારણે વિદ્યાર્થીને જેમાં રસ પડશે તે માટે આગળ વધી શકશે. વર્તમાન સમયમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં મલ્ટિટાસ્કિંગવાળા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હોય છે તેથી વિદ્યાર્થીઓએ પણ તે જરૂૂરિયાતમાં ખરું ઉતરવું પડે છે.

જીવન ઝંઝાવાતમાં પાછા ન પડો
હેતલબેન જણાવે છે કે, ‘બહેનોમાં શિક્ષણ હોવું ખૂબ જરૂરી છે. અહમ રાખ્યા વગર પુરુષ સક્ષમ કામ કરો, નીડર બનો અને ગમે તેવા ઝંઝાવાતમાં પણ પાછા ન પડો. જીવનમાં શિક્ષણ હોવું ખૂબ જરૂરી છે’ ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ થવું આવશ્યક છે. તમે બહાર કામ કરો કે ન કરો પરંતુ ભણતર તમારા જીવનને એક અલગ આકાર આપશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement