For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં હવે ઘરોની છત ઉપર લાગશે પવનચક્કી

01:53 PM Jun 29, 2024 IST | Bhumika
ગુજરાતમાં હવે ઘરોની છત ઉપર લાગશે પવનચક્કી
Advertisement

રિન્યુએબલ એનર્જીક્ષેત્રે રાજ્ય સરકારે શરૂ કર્યો પાઇલટ પ્રોજેક્ટ

રાજકોટ-પોરબંદર-સુરત-વડોદરા સહિત ચાર શહેરોની પસંદગી

Advertisement

બે વર્ષના અભ્યાસ બાદ સફળતા મળશે તો ગુજરાતભરમાં થશે અમલ

ગુજરાતમાં મકાનોની છત ઉપર સોલાર ઉર્જા ઉત્પન્ન કરવાની યોજના સુપરહીટ ગયા બાદ હવે રાજ્ય સરકારે ઘરની છતો ઉપર પવનચક્કી લગાવી ઉર્જા ઉત્પન્ન કરવાનો પ્રયોગ હાથ ધર્યો છે અને આ માટે રાજકોટ સહિત ચાર શહેરોની પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી છે. રિન્યુએબલ એનર્જીક્ષેત્રે આ એક નવી પહેલ માનવામાં આવી રહી છે. ચાર શહેરોમાં આ પ્રોજેક્ટ સફળ થશે તો ગુજરાતભરમાં તેનો વ્યાપક પ્રમાણમાં અમલ કરવામાં આવશે.

હાલ ગુજરાતમાં 5 લાખ કરતા વધુ ઘર પર સોલાર પેનાલ ફીટ કરાયેલી છે. જેને કારણે લોકોના વીજળી બિલ શન્યૂ થઈ ગયા છે. આ કારણે ગુજરાત સૌર ઉર્જાના ઉત્પાદનમાં આખા દેશમાં મોખરે બન્યું છે. ત્યારે હવે ગુજરાત સરકાર નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જી રહી છે. જેમાં સોલાર પેનલની જેમ ઘરો પર પવન ચક્કી લગાવવામાં આવશે. જેનાથી લોકો વીજળીનું ઉત્પાદન કરી શકશે. આ જ વીજળીનો ઉપયોગ તેઓ પોતાના ઘરમાં કરી શકશે.

અત્યાર સુધી ખુલ્લા મેદાન કે ખેતરમાં પવન ચક્કીઓ લગાવાતી હતી. પરંતું હવે ઘરની છત પર પવનચક્કી લગાવાશે. રાજ્ય સરકાર દ્વારા આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામા આવશે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ડીજીવીસીએલ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને ટેન્ડરો ફાઇનલ થઇ ગયા બદા પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવનાર છે.

ગુજરાત પાવર રિસર્ચ ડેવલપમેન્ટ સેલ દ્વારા આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં હાલ ગુજરાતના માત્ર 4 શહેરોની પસંદગી કરાઈ છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ અને પોરબંદર સામેલ છે. આ શહેરોની પસંદગી ખાસ હેતુથી કરાઈ છે. શહેરોમાં ફૂંકાતા પવનના આધારે શહેરોની પસંદગી કરાઈ છે. બે વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર અભ્યાસ થશે. તેના તારણ બાદ જ તેનું અમલીકરણ કરવામાં આવશે.

ગુજરાત હાલ રિન્યુએબલ એનર્જિના દિશામાં ફોકસ કરી રહ્યું છે. હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી રહી છે. પરંતું કેટલાક ઘરની છત પર પૂરતી જગ્યા ન હોવાથીં ત્યાં સોલાર પેનલ ફીટ થઈ શક્તી નથી. આવી સ્થિતિમાં પવનચક્કી લવાગીને ગ્રીન એનર્જિના ઉપયોગથી વીજળીની બચત કરી શકાય છે.

સોલાર કરતા પવનચક્કીમાં વધુ ફાયદા, 24 કલાક વીજ ઉત્પાદન થશે
હાલ ગુજરાતમાં લગભગ પાંચ લાખ મકાનોની છતો ઉપર રૂફટોપ સોલાર પેનલો થકી સૌર ઉર્જાનું ઉત્પાદન થાય છે. પરંતુ આ યોજનામાં સુર્ય પ્રકાશ વખતે જ વિજળીનું ઉત્પાદન થાય છે. જ્યારે પવનચક્કી મારફત 24 કલાક વિજળીનું ઉત્પાદન થઇ શકે છે. આ દ્રષ્ટીએ સોલાર કરતા પવનચક્કી વધુ ફાયદાકારક ગણાવાય છે. જો પવનચક્કીની યોજના સફળ થાય તો રિન્યુએબલ એનર્જિક્ષેત્રો 24 કલાક વિજ ઉત્પાદનની નવી જ ક્રાંતિ આવી શકે તેમ છે. ભવિષ્યમાં આ યોજના સફળ થાય તો સબસીડી સહિતના લાભો પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement