For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ નવા સ્થળે યોજાશે ?

01:22 PM May 13, 2024 IST | Bhumika
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ નવા સ્થળે યોજાશે
Advertisement

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલ નવા સ્થળે યોજાઈ શકે છે. તેમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCC)ના સચિવ જય શાહે જણાવ્યું હતું

શાહે એમ પણ કહ્યું છે કે જૂન 2025માં યોજાનારી ડબ્લ્યુટીસી ફાઇનલ યોજવા માટે અલગ સમય સ્લોટ અથવા અન્ય સ્થળ શોધવાનું મુશ્કેલ હશે.શાહે આઈપીએલમાં ગત સિઝનથી લાગુ કરવામાં આવેલા ઈમ્પેક્ટ પ્લેયર નિયમ વિશે પણ વાત કરી હતી, પઈમ્પેક્ટ પ્લેયર ટેસ્ટ કેસની જેમ છે. અમે તેને ધીમે ધીમે અમલમાં મૂક્યો છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે એક જ ટીમના બે ભારતીય ખેલાડીઓને એક મેચમાં તક મળી રહી છે, જે સૌથી મહત્વપૂર્ણ છે.શાહે કહ્યું- ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝી માલિકો સાથે વાત કર્યા પછી અમે વિચારીશું કે તેને આગળ ચાલુ રાખવું કે નહીં. જો કે, તેમણે એવું કહ્યું ન હતું કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ આગળ વધશે નહીં. ખેલાડીઓ રોહિત શર્મા અને મિશેલ સ્ટાર્કે ખેલાડીઓના નિયમ પર અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement