For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવસ વધુ લાંબો થશે? વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

05:23 PM Jun 17, 2024 IST | Bhumika
દિવસ વધુ લાંબો થશે  વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો
Advertisement

ધરતી તેની ચાલ બદલી રહી છે, પૃથ્વી તેની ધરી પર લગભગ 1000 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફરે છે. પૃથ્વીને પોતાની ધરી પર એક કાઉન્ડ પૂર્ણ કરવામાં 23 કલાક 56 મિનિટ અને 4.1 સેક્ધડનો સમય લાગે છે. આ જ કારણ છે કે પૃથ્વીના એક ભાગમાં દિવસ અને બીજા ભાગમાં રાત છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે, પણ આપણને તેનો ખ્યાલ આવતો નથી.

જો પૃથ્વી ક્યારેય ફરવાનું બંધ કરશે તો શું થશે? આવા સવાલો વચ્ચે પૃથ્વીની ગતિવિધિમાં મોટો ફેરફાર થયો છે. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીના આંતરિક ભાગના પરિભ્રમણની ઝડપમાં ઘટાડો થયો છે. આ ટ્રેન્ડ 2010ની આસપાસ શરૂૂ થયો હતો. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં ચોંકાવનારો દાવો કર્યો છે.વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીનો આંતરિક ભાગ નક્કર છે જે લોખંડ અને નિકલથી બનેલો છે. તે આપણા ગ્રહનો સૌથી ગરમ અને ગીચ ભાગ છે, જ્યાં તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસ છે. આંતરિક ભાગ લગભગ ચંદ્રના કદ જેટલો છે અને તે આપણા પગની નીચે 3,000 માઈલથી વધુ છે.

Advertisement

સંશોધકો ભલે પૃથ્વીના આ ભાગ સુધી પહોંચી ન શકે, પરંતુ તેઓ ધરતીકંપના સિસ્મિક તરંગોનો ઉપયોગ કરીને પૃથ્વીના મૂળનો અભ્યાસ કરી શકે છે. એક અભ્યાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે પૃથ્વીની આંતરિક કોર પરિભ્રમણ એક દાયકા કરતાં વધુ સમય સુધી ધીમી રહ્યો છે. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. આ ઘટના તમારા દિવસોને અસર કરી શકે છે. બ્રહ્માંડમાં આ પરિવર્તન, એટલે કે પૃથ્વીની આંતરિક સપાટીનો આ વલણ, આખરે સમગ્ર ગ્રહના પરિભ્રમણને બદલી શકે છે, જે આપણા ગ્રહ પર દિવસોની સંખ્યામાં વધારો કરી શકે છે.
જો આ વલણ ચાલુ રહે છે, તો તે આખરે સમગ્ર ગ્રહના પરિભ્રમણને બદલી શકે છે, જેના કારણે દિવસો વધુ લાંબા થતા જશે. રિસર્ચ સામેલ પ્રોફેસર વિડેલે એમ પણ કહ્યું હતું કે આંતરિક કોરને બેકટ્રેક કરવાથી એક દિવસની લંબાઈ એક સેક્ધડના અપૂર્ણાંકમાં બદલાઈ શકે છે.

રિવર્સ ગિયર?
સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલા અભ્યાસના અહેવાલ મુજબ, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે પૃથ્વીનો આંતરિક ભાગ પાછળની તરફ ખસી રહ્યો છે. યુએસસી ડોર્નસિફ કોલેજ ઓફ લેટર્સ, આર્ટસ એન્ડ સાયન્સમાં અર્થ સાયન્સના ડીન પ્રોફેસર જોન વિડેલે કહ્યું: પજ્યારે મેં પહેલીવાર આ ફેરફાર દર્શાવતા સિસ્મોગ્રામ્સ જોયા ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement