For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમવારે લેવન્ડર જર્સીમાં મેદાન પર ઉતરશે શુભમન ગિલની ટીમ?

03:10 PM May 11, 2024 IST | Bhumika
સોમવારે લેવન્ડર જર્સીમાં મેદાન પર ઉતરશે શુભમન ગિલની ટીમ
Advertisement

IPL 2024ના સૌથી યુવા કેપ્ટન શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઇટન્સ પોતાની અંતિમ હોમ મેચમાં નવી જર્સીમાં જોવા મળશે. 13 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાનારી અંતિમ હોમ મેચમાં ગુજરાતની ટીમ લેવન્ડર જર્સીમાં જોવા મળશે. કેન્સર સામે લડી રહેલા લોકોને સપોર્ટ કરવા અને કેન્સરની અવેરનેસ માટે ગુજરાતની ટીમ સતત બીજા વર્ષે લેવન્ડર જર્સી પહેરીને દુનિયાને સ્પેશ્યલ મેસેજ આપશે.

અભિયાન માટે સ્પેશિયલ જર્સી પહેરે છે
બેન્ગલોર : ગો ગ્રીન અભિયાન હેઠળ પર્યાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવા પહેરે છે ગ્રીન જર્સી.
રાજસ્થાન : પિન્ક પ્રોમિસ અભિયાન હેઠળ નારી સશક્તીકરણનો સંદેશ આપવા પહેરે છે પિન્ક જર્સી.
લખનઉ : આઇકોનિક ભારતીય ફુટબોલ ક્લબ મોહન બાગાનના વારસાને માન આપવા માટે બ્રાઉન જર્સી પહેરે છે.
દિલ્હી : દિલ્હીના વારસા અને નવીનતાથી પ્રેરિત બ્લુ જર્સી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement