For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિલ જેક્સ-કોહલીની તોફાની બેટિંગ, બેંગ્લોરે-ગુજરાતને નવ વિકેટે હરાવ્યું

01:16 PM Apr 29, 2024 IST | Bhumika
વિલ જેક્સ કોહલીની તોફાની બેટિંગ  બેંગ્લોરે ગુજરાતને નવ વિકેટે હરાવ્યું
  • IPL 2024માં 500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો વિરાટ કોહલી

Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 70 રનની અને વિલ જેક્સે 100 રનની ઇનિંગ રમીને RCBને IPL 2024માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે બેંગલુરુની ટીમે 18 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આરસીબીની શરૂૂઆત સારી રહી હતી, પરંતુ ફાફ ડુપ્લેસીસ 12 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો.અહીંથી વિરાટ કોહલી અને વિલ જેક્સ વચ્ચે 166 રનની પાર્ટનરશિપ થઈ હતી જેણે ગુજરાતની બોલિંગની કમર તોડી નાખી હતી.કોહલીએ 44 બોલમાં 70 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી. બીજી તરફ જેક્સને શરૂૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ તેણે 41 બોલમાં 100 રન બનાવ્યા અને આરસીબીને 9 વિકેટે જીત અપાવવામાં મદદ કરી.

ફાફ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને વિલ જેક્સે આક્રમક બેટિંગ કરી હતી. પ્રથમ 10 ઓવરમાં ટીમે 1 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા. પછીની 5 ઓવરમાં કોહલી અને જેક્સે મળીને 79 રન બનાવ્યા, જેના કારણે 15 ઓવર પછી છઈઇનો સ્કોર 177 રન થઈ ગયો. છેલ્લી 5 ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે માત્ર 24 રનની જરૂૂર હતી. પરંતુ કોહલી અને જેક્સ આ મેચને લંબાવવા માંગતા ન હતા. વિલ જેક્સે 16મી ઓવર ફેંકવા આવેલા રશીદ ખાનની ઓવરમાં 29 રન બનાવીને બેંગલુરુને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આરસીબીની આ જીત એટલા માટે પણ ખાસ હતી કારણ કે તેનાથી તેમને નેટ રન-રેટના સંદર્ભમાં ઘણો ફાયદો થશે.અઝમતુલ્લા ઉમરઝાઈ સિવાય ગુજરાત ટાઈટન્સનો કોઈ એવો બોલર નથી જેણે 10થી ઓછા ઈકોનોમી રેટથી રન આપ્યા હોય. ગુજરાત તરફથી એકમાત્ર સાઈ કિશોરે 3 ઓવરમાં 30 રન આપીને વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાને 4 ઓવરમાં 51 રન આપીને બોલિંગમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મોહિત શર્મા અને નૂર અહેમદ પણ ખરાબ રીતે ધોવાયા હતા.

Advertisement

વિરાટ કોહલી IPL  2024માં 500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કિંગ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે 70 રનની ઇનિંગ રમીને આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ IPL ઈતિહાસમાં સાતમી વખત 500થી વધુ રન બનાવ્યા છે. તેણે 10 ઇનિંગ્સમાં 71.42ની એવરેજ અને 147.49ની સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. કોહલીએ 10 મેચમાં એક સદી અને 4 અડધી સદી ફટકારી છે.

વિરાટ કોહલીએ ઓરેન્જ કેપ (IPL ઓરેન્જ કેપ)ની રેસમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ રેસમાં ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન (418) બીજા સ્થાને છે. વિરાટ કોહલી અને સાઈ સુદર્શન વચ્ચે 82 રનનો તફાવત છે, જે કિંગના વર્ચસ્વનો પુરાવો છે. ઓરેન્જ કેપની આ યાદીમાં સંજુ સેમસન (385) ત્રીજા સ્થાને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement