For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૈયા રોડ ઉપર કચરા બંધુનો આતંક; યુવાનની સરાજાહેર હત્યાનો પ્રયાસ

04:32 PM Jun 07, 2024 IST | Bhumika
રૈયા રોડ ઉપર કચરા બંધુનો આતંક  યુવાનની સરાજાહેર હત્યાનો પ્રયાસ
Advertisement

ભાભી સામે ખરાબ નજરે કેમ જોવે છે તેમ કહી માસૂમ પુત્રની નજર સામે જીવલેણ હુમલો કર્યો

શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે રહેતા રિક્ષા ચાલક ઉપર નામચીન કચરાબંધુએ સરાજાહેર હુમલો કરી રિક્ષા ચાલકના માસુમ પુત્રની નજર સામે તેની હત્યાનો પ્રયાસ કરતાં આ મામલે ગાંધીગ્રામ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી નામચીન કચરાબંધુને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. રિક્ષા ચાલક યુવાન હુમલાખોરની ભાભી સામે જોતો હોવાની શંકાએ તેને માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

Advertisement

મળતી વિગતો મુજબ રૈયા રોડ હનુમાન મઢી પાછળ રામનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતાં અલ્તાફ સલીમભાઈ કારીયાણી (ઉ.35) નામનો યુવાન ગઈકાલે સાંજે સદગુરૂ તિર્થધામ પાસે રૈયા રોડ પર પોતાના પુત્ર નવાબને જયુસ પીવડાવવા માટે ગયો હતો ત્યારે સુભાષનગરમાં રહેતા ઈમરાન રમજાન કચરા અને અફતર સોકત કચરાએ સરાજાહેર અલ્તાફ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બની ત્યારે તેનો માસુમ પુત્ર નવાબ પણ હાજર હતો. પિતા ઉપર જીવલેણ હુમલો થતો જોઈને માસુમ નવાબ પણ ડરી ગયો હતો.

આ મામલે ગાંધીગ્રામ પોલીસે ઈજાગ્રસ્ત અલ્તાફના પિતા સલીમભાઈ અબ્દુલભાઈ કારીયાણી (ઉ.61)ની ફરિયાદના આધારે નહેરૂનગર આઝાદ ચોક પાસે રહેતા ઈમરાન રમઝાન કચરા, અખતર સૌકત કચરા અને આફતાબ રફિક કચરા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. સલીમભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, પુત્ર અલ્તાફના પત્ની દોઢ વર્ષ પૂર્વે અવસાન પામ્યા છે અલ્તાફ હાલ ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટનાની જાણ થતાં સલીમભાઈ બનાવ સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં પુત્ર અલ્તાફ લોહિલુહાણ હાલતમાં પડયો હતો.

સમગ્ર ઘટના અંગે અલ્તાફને પુછતાં તેણે જણાવ્યું કે તે પોતાના પુત્ર નવાબને જયુસ પીવડાવવા ગયો ત્યારે ઈમરાન કચરાએ આવીને કહ્યું કે ‘તું કેમ મારા ભાઈની પત્ની સામે ખરાબ નજરે જોવે છે’ તેમ કહી ગાળો આપી હુમલો કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement