For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મારી પાસે ફાકી કેમ માગી? કહી યુવાન પર મિત્રની ધોકાવાળી

04:25 PM Jun 21, 2024 IST | Bhumika
મારી પાસે ફાકી કેમ માગી  કહી યુવાન પર મિત્રની ધોકાવાળી
Advertisement

શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ફાકી માંગવા બાબતે ઇમિટેશનના ધંધાર્થી યુવાન પર બંધુએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો.તેમજ યુવાનને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને સામે મારામારી અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.મળતી વિગતો મુજબ, ખોરાણા ગામે રહેતો અને ઈમીટેશનનું કામ કરનાર અજય હંસરાજભાઈ સોલંકી(ઉ.વ 32) દ્વારા તરીકે ભગત સભાયા અને રાજ સભાયા સામે ફરિયાદ નોંધાવી છે.

યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.17/6 ના સાંજના તે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શક્તિ ટી સ્ટોલ સામે પાનની દુકાને ફાકી ખાવા માટે ગયો હતો.તે દરમિયાન અહીં ભગત અને તેનો ભાઈ રાજ સભાયા બંને હાજર હોય ભગત સભાયા અજયનો મિત્ર હોય જેથી તેણે તેની પાસે ફાકી માંગતા તેણે જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી મારી પાસે કેમ ફાકી માંગે છે?તેમ કહી યુવાને આવું ન બોલવાનું કહેતા તેણે તેની દુકાનમાંથી ધોકો કાઢી યુવાને કમરના ભાગે મારી દીધો હતો તેમજ તેના ભાઈ રાજે ગાળો આપી છરી લઈ મારવા દોડયો હતો અને છરકા કર્યા હતા.આ ઘટના બાદ જ્ઞાતિના આગેવાનોની સમજાવટથી સમાધાન થઈ ગયું હતું.

Advertisement

બાદમાં યુવાન તા.19ના સાંજના ફરી અહીં શક્તિ ચાની દુકાન પાસે જતા રાજ સભાયાએ કહ્યું હતું કે, સમાધાન ભલે થઈ ગયું પણ હું તને મુકવાનો નથી,જાનથી મારી નાખવો છે.તેવી ધમકી આપી હતી જેથી યુવાને આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બંધુ સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement