For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શા માટે આનંદબેને લીધી ચપ્પલ ન પહેરવાની પ્રતિજ્ઞા?

01:07 PM Jan 10, 2024 IST | Bhumika
શા માટે આનંદબેને લીધી ચપ્પલ ન પહેરવાની પ્રતિજ્ઞા

ચપ્પલ ન પહેરવાથી ચાલતી વખતે પગમાં પથ્થર વાગે,કાંકરા ખૂંચે જે સતત મંઝિલની યાદ અપાવ્યા કરે.આમ એક વર્ષ સુધી તેઓએ ચપ્પલ પહેર્યા નહોતા

Advertisement

અનુસૂચિત જાતિના લોકો તરફ અમાનવીય વર્તન, અપમાનજનક ટિપ્પણી વગેરેના કારણે એ લોકો માટે કંઈક કરી છૂટવા આ નોકરીમાં જોડાયા આનંદબેન ખાચર

બોટાદ જિલ્લાના ગઢડા ગામે 80ના દાયકામાં ખેડૂત પરિવારમાં પાંચમી દીકરીનો જન્મ થાય છે.સગા વ્હાલા,આડોશ પડોશના લોકો પરિવારને સાંત્વન આપે છે કે અરે રે ! દીકરી જન્મી.લોકો એમ વિચારે છે કે દીકરીના જન્મના કારણે પરિવાર દુ:ખી હશે,પરંતુ દીકરીના બાપે બધાને જણાવ્યું કે, "ભલે દીકરી જન્મી, મને તો દીકરીના જન્મનો આનંદ છે”. આમ એ દીકરીનું નામ પિતાજીએ "આનંદ”રાખ્યું.જેમ નામ અલગ છે એ જ રીતે તેની વાણી ,વર્તન,વિચારસરણી અને સ્વભાવ પણ અલગ હતા. માતા-પિતાએ નામ આપ્યું સાથે જ સંસ્કાર આપ્યા અને દીકરી સમાજ સામે ગૌરવભેર ઊભી રહી શકે તે માટે હિંમત,ઈમાનદારી,સચ્ચાઈ,અન્યને મદદરૂપ થવાના ગુણો આપ્યા.આ ગુણોના કારણે જ દીકરી આનંદ આજે ક્લાસ વન ઓફિસર બનીને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સંદર્ભે અનુસૂચિત જાતિ વિકાસ ક્ષેત્રે ડેપ્યુટી ડાયરેકટર તરીકે કામ કરી રહી છે પરંતુ આનંદબેનની અહીં સુધી પહોંચવાની સફર સરળ નહોતી.

Advertisement

પિતા જગુભાઈ ખાચર અને માતા હંસાબેન ખાચરના છ સંતાનોમાં સૌથી નાની દીકરી એટલે આનંદ.ખેતીકામ કરીને ગુજરાન ચલાવી, આ પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યું હતું ત્યાં પરિવારના વટ વૃક્ષ સમાન પિતાજીએ વિદાય લીધી આ સમયે દીકરી આનંદ અગિયારમાં ધોરણમાં હતી.પરિવારમાં શિક્ષણનું મહત્ત્વ પહેલેથી જ હતું એટલે ભણવાની સાથે આર્થિક સહારો બનવા આનંદ ઘરે ટ્યુશન કરે,ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવા જાય આમ કેશોદની સાકરિયા કોલેજમાંથી હોમ સાયન્સ કરી માસ્ટર ઓફ સોશિયલ વર્ક કર્યું.અભ્યાસ બાદ એક એનજીઓમાં નોકરી કરી આ સમય પ્રોટેક્શન,ચાઈલ્ડ રાઇટ્સ,તેઓના હેલ્થ,એજ્યુકેશન વગેરે પર કામ કર્યું.આ સમય દરમિયાન તેણીએ અનુભવ્યું કે દરેક વખતે તમે તમારી ઈચ્છા મુજબ કામ કરી શકતા નથી.તમે તમારા ડિસિઝન તો જ લઈ શકો જો તમે ટોપ પર હોવ,તેથી તેઓએ ક્લાસ વન ઓફિસર બનવાનું નક્કી કર્યું

નોકરી સાથે ૠઙજઈની તૈયારી પણ શરૂૂ કરી.સવારે 3:30 વાગ્યે ઊઠીને 10:40 સુધી વાંચે અને ત્યારબાદ નોકરી પર જતાં.વાંચન માટે લાઇબ્રેરીનો ઉપયોગ કરે.તેઓએ જણાવ્યું કે , "તૈયારી કરતા હોવ ત્યારે ઘણી વાર થાકી જવાય જુદા-જુદા પ્રશ્નો આવે ત્યારે નક્કી કર્યું કે હરેક મિનિટ માટે એ વાત યાદ રહે, લક્ષ્ય ભૂલાય નહિ માટે મક્કમ ઇરાદા સાથે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ક્લાસ વન ઓફિસર ન બની જાઉં ત્યાં સુધી પગમાં ચપ્પલ પહેરીશ નહીં.ચાલતી વખતે પગમાં પત્થર વાગે,કાંકરા ખૂંચે જે સતત મંઝિલની યાદ અપાવ્યા કરે.આમ લગભગ એક વર્ષ સુધી ચપ્પલ પહેર્યા નહોતા.” તેમની આ મક્કમતા એ જ તેઓને મંઝિલ સુધી પહોંચાડયા. ઘણા બધા ડિપાર્ટમેન્ટની જુદી-જુદી આઠેક પરીક્ષા તેઓએ પાસ કરી હતી.જ્યારે પોતે ક્લાસ વન ઓફિસર તરીકે પસંદગી પામ્યા ત્યારે પરિવારજનોની ખુશીનો કોઈ પાર નહોતો.પ્રથમ પોસ્ટિંગ ગીર-સોમનાથ ખાતે થયું ત્યારબાદ હાલ તેઓ રાજકોટ ખાતે જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી, રાજકોટ ખાતે નાયબ નિયામક વર્ગ-1 તરીકે પોતાની ફરજ ઈમાનદારીપૂર્વક બજાવી રહ્યા છે.તેઓના સાલસ સ્વભાવના કારણે લોકોમાં તેઓ ખૂબ લોકપ્રિય છે.ઓફિસમાં કોઈપણ વ્યક્તિ કામ,પ્રશ્ન કે સમસ્યા લઈને આવે છે તે હસતા મુખે પાછા જાય છે.

તેઓએ ગામડાના નિવાસ દરમિયાન પરિસ્થિતિને નજીકથી જોઈ છે.મહિલાઓ પરના અત્યાચારો, અનુસૂચિત જાતિના લોકો તરફ અમાનવીય વર્તન, અપમાનજનક ટિપ્પણી વગેરેના કારણે આ લોકો માટે કંઈક કરી છૂટવા માટે આ નોકરીમાં જોડાયા. એ લોકો સ્વમાનભેર જીવી શકે,તેઓને શિક્ષણ મળે,આર્થિક રીતે સધ્ધર બને,સરકારની અનેક યોજનાઓ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે આનંદબેન હંમેશા પ્રયત્નશીલ રહે છે.તેઓ જણાવે છે કે "જ્ઞાતિવાદની માનસિકતા વધતી જાય છે જે દેશ અને સમાજ માટે ખતરારૂૂપ છે.” તેઓ માટે આ નોકરી એક પંથ દો કાજ જેવી છે.અધિકારીની રૂએ નોકરી સાથે સેવા કરવાની પોતાની ઈચ્છા પણ પૂરી કરી રહ્યા છે.

નિયમિત એક્સરસાઇઝ,યોગ,ધ્યાન કરનાર આનંદબેન ભગવદ્ગીતાના કર્મના સિદ્ધાંતમાં માને છે અને લોકોને પણ આ સિદ્ધાંત અનુસરવા સૂચન કરે છે. આઠ વર્ષના અનુભવ બાદ તેઓ આગળ પરીક્ષા આપી આઇ.એ.એસ બનવા માંગે છે. નિવૃત્તિ બાદ તેઓ ફુલ ટાઇમ સેવામાં પસાર કરવા ઈચ્છે છે.આનંદબેનને ખૂબ ખુબ શુભેચ્છાઓ....

આ રીતે કરો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે તેઓને આનંદબેને જણાવ્યું કે, કોઈ એક પુસ્તક લઈને તૈયારી કરશો તો નહીં ચાલે સમગ્ર સિલેબસ તૈયાર કરવો પડશે.જે તમારો કોર્સ છે તે તમે પરફેક્ટ રીતે કરશો તો તમે ચોક્કસ સિલેક્ટ થઈ જશો તમારા વિષયને અનુરૂૂપ તૈયારી કરો.

સંઘર્ષ એ જીવનનો હિસ્સો છે
મહિલાઓને સંદેશ આપતા આનંદબેને જણાવ્યું કે હજુ પણ આપણો સમાજ પુરુષ પ્રધાન છે. મહિલાઓએ આગળ વધવા માટે મહેનત કરવી જરૂૂરી છે. તમારામાં જે સ્કિલ હોય તેમાં આગળ વધો કંઈક બનો કંઈક કરી દેખાડો અને સફળ થાઓ, સમાજમાં પોતાનું અલગ સ્થાન બનાવો.

ડર દૂર કરવા પિતાજી રાત્રે સ્મશાનમાં લઈ જતા
આજે દિવસ-રાત જોયા વગર આનંદબેન જે રીતે કામ કરે છે તે તેમના પિતાજીને આભારી છે તેઓએ જણાવ્યું કે મને ક્યારેય ડર નથી લાગ્યો રાત્રે 12:00 વાગે પણ સેલ્ફ ડ્રાઇવ કરીને કોઈપણ જગ્યાએ પહોંચી જાઉં છું. નાનપણમાં ડર દૂર કરવા માટે પિતાજી રાત્રીના સમયે સ્મશાનમાં લઈ જતા જ્યાં તમરા બોલતા તેનો અનુભવ કરાવતા અને કહેતા કે આ ખાલી અંધારું છે તેનાથી ડરવાનું નહીં આમ તેમનો ડર દૂર થયો.

Advertisement
Tags :
Advertisement
Advertisement