For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે કહી યુવકને શખ્સે માથામાં કડું ઝીંકી દીધું

04:56 PM Jun 14, 2024 IST | Bhumika
તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે કહી યુવકને શખ્સે માથામાં કડું ઝીંકી દીધું
oplus_0
Advertisement

શહેરના નાનામવા રોડ રાજનગર ચોક પાસે રીક્ષા ચાલકને આનરોપીએ તુમારી ગર્લફ્રેન્ડ કુંડાના ઘા ઝીંકીતા તેમને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો આ મામલે માલવીયાનગર પોલીસમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

વિગતો મુજબ, મવડીના શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અજય ઊર્ફ ગજની રાજુભાઇ ડોડીયા (ઉ.વ.32) એ મોન્ટુ ચંદુભાઇ રાઠોડનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

અજયે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાજનગર ચોક પાસેના પેટ્રોલપંપ પાસે હતો ત્યારે મોન્ટુ એ આવી તુ મારી ગર્લફ્રેન્ડને મેસેજ કરી વાતો કેમ કરે છે? કહી મોન્ટુ એ માથાકુટ કરી હતી અને મોન્ટુએ કપાળમાં અને માથામાં કડાના ઘા મારતાં અજયને લોહી નીકળવા લાગ્યુ હતુ ત્યારબાદ ત્યાં ટોળુ એકઠુ થઇ જતા આરોપી મોન્ટુ જાનથી મારી નાખવાની ઘમકી આપી ભાગી ગયો હતો. આ મામલે અજયને સિવિલમાં સારવાર અર્થે ખસેડાતા માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement