For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આઈસ્ક્રીમમાં મળેલી આંગળી કોની હતી? પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

03:08 PM Jun 19, 2024 IST | Bhumika
આઈસ્ક્રીમમાં મળેલી આંગળી કોની હતી  પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
Advertisement

મુંબઈમાં એક આઈસ્ક્રીમમાંથી મળેલી માણસની આંગળી લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેઆ આંગળી ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીની હતી. , મશીનમાં આંગળી કપાઈ જવાને કારણે તે આઈસક્રીમમાં પડી હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે તાજેતરમાં જ કંપનીની ફેક્ટરીમાં એક કર્મચારીનો અકસ્માત થયો હતો, જેમાં તેની આંગળીમાં ઈજા થઈ હતી. હવે પોલીસને શંકા છે કે આઈસ્ક્રીમમાં જે આંગળી મળી છે તે એ જ વ્યક્તિની છે. હાલમાં ફોરેન્સિક લેબમાં ડીએનએ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આંગળી યુમ્મો આઈસ્ક્રીમમાં કામ કરતા કર્મચારીની હોઈ શકે છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પોલીસનું કહેવું છે કે તાજેતરમાં જ કંપનીની ફેક્ટરીમાં એક કર્મચારીનો અકસ્માત થયો હતો, જેમાં તેની આંગળીમાં ઈજા થઈ હતી. હવે પોલીસને શંકા છે કે આઈસ્ક્રીમમાં જે આંગળી મળી છે તે એ જ વ્યક્તિની છે.

Advertisement

હાલ ફોરેન્સિક લેબમાં ડીએનએ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મલાડના ઓરલેમમાં રહેતા ડોક્ટર બ્રાન્ડોન ફારાઓએ આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો, જેમાં એક આંગળી મળી આવી હતી. કંપનીનું લાઇસન્સ રદ કરનાર FSSAI અધિકારીઓએ પણ ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement