For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાયબ સિંહણનું લોકેશન ટ્રેક કરતા વનવિભાગને ખાડામાં દાટેલો મૃતદેહ મળ્યો

02:44 PM May 11, 2024 IST | Bhumika
ગાયબ સિંહણનું લોકેશન ટ્રેક કરતા વનવિભાગને ખાડામાં દાટેલો મૃતદેહ મળ્યો
Advertisement

ગીરની સિંહણ જામનગર આવી જતા ખેતરની ફરતે લગાવવામાં આવેલા તારથી વીજકરંટ લાગ્યો હતો
બે શખ્સોએ બનાવ છુપાવવા સિંહણના મૃતદેહને કાલાવડમાં સીમની ખાણમાં દફનાવી દીધો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથળ ગામ મી સીમ માં જમીન માં દફનાવેલ સિંહણ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

આ બનાવની જાણ થતાં જ જામનગર ના વન વિભાગ ના અધિકારી ઓ તેમજ જુનાગઢ થી પણ વિભાગ ની ટીમ તાકીદે દોડી પહોંચી છે. અને તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો છે.

કાલાવડ તાલુકા નાં હંસસ્થળ ગામ પાસે રેડિયો કોલર લગાવાયેલ એક સિંહણ નું લોકેશન મળતું હતું .પરંતુ સિંહણ ક્યાંય જોવા મળતી ન હતી . આથી વન વિભાગ ની ટીમના જવાનો દ્વારા સિંહણ ની તપાસ શરૂૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન એક ખાણ નજીક ઝાળી - ઝખરા જવચ્ચે કોઈ પ્રાણી નું મૃત્યુ થયું હોય તેવી વાસ આવતી હતી પરિણામે વન વિભાગ દ્વારા આ આ સ્થળે જમીનમાં ખોદકામ કરવામાં આવતા જમીન માં દફનાવામાં આવેલ સિંહણ નો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવવાની જાણ થતા છે જુનાગઢ થી વન વિભાગના અધિકારી શ્રી રમેશ તેમજ એફ એસ એલ ની ટીમ જામનગર દોડી આવી હતી . આસપાસના ખેડૂતો ની પૂછપરછ કરી તપાસ કરતા એક ખેડૂતની વાડીમાં જંગલી જનાવર દ્વારા થતા નુકસાન થી બચવા માટે વાડી ખેતરને ફરતે ફેન્સીંગમાં વીજ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હોવાનું અને તે ફેન્સીંગ ને અડકી જતા સિંહણ નું મૃત્યુ થયું હોવાનું એફ એસ એલ ની તપાસમાં ખુલવા પામ્યું હતું.
આ પછી ડર ના માર્યા કેટલા લોકોએ શિહણ ના મૃતદેહ ને જમીનમાં દફનાવી દીધો હતો તેટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. પરિણામે વન વિભાગ દ્વારા બે શખ્સોની હાલ અટકાયત કરવામાં આવી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement