For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં વીજળીની તંગી સર્જાતા સરકાર દ્વારા પ્રતિ યુનિટ રૂા.12ના ભાવે ખરીદી

04:22 PM May 17, 2024 IST | Bhumika
ગુજરાતમાં વીજળીની તંગી સર્જાતા સરકાર દ્વારા પ્રતિ યુનિટ રૂા 12ના ભાવે ખરીદી
Advertisement

રાજ્યમાં વીજળીની ખપત વધતાં દૈનિક 800 મેગાવોટ જેટલી વીજળી કેન્દ્રીય પાવર એક્સચેન્જમાંથી ઊંચી કિંમત ચૂકવીને ખરીદવી પડી રહી છે. વીજળીની રેકોર્ડબ્રેક ખપતને કારણે 893 મેગાવોટ વીજળી યુનિટ દીઠ રૂૂપિયા 12 સુધી ઊંચો ભાવ આપીને ખરીદવામાં આવી હતી. મે મહિનાની કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં વીજ વપરાશમાં વધારો થયો હોવાથી ઇ વીજ ખરીદવામાં આવી રહી છે.

હાલ મે મહિનામાં ભૂક્કા કાઢી નાખે તેવી આકરી ગરમી પડી રહી છે. દિવસે 41થી 43 ડિગ્રી તાપ અને રાત્રે 28થી 29 ડિગ્રી ગરમીના કારણે વીજળીની ખપત વિક્રમ સર્જી રહી છે. ગત શનિવારે રાજ્યમાં વીજળીની મહત્તમ માર્ગ 24459.98 મેગાવોટ રહી હતી, જે ચાલુ ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ દર્શાવે છે. રાજ્યમાં પારાવાર ગરમીને કારણે વીજવપરાશ સતત વધી રહ્યો છે. ગત સપ્તાહની શરૂૂઆતમાં 23900 મેગાવોટની ખપત પછી 24100 મેગાવોટ વપરાશ રહ્યાં પછી વીજમાગ એકદમ જ વધીને 24460 મેગાવોટે પહોંચી હતી. ગયા વર્ષે ઉનાળામાં સૌથી વધુ વીજખપત 24500 મેગાવોટની હતી, જે રેકર્ડ આ વખતે તૂટશે તેમ લાગી રહ્યું છે.

Advertisement

સૂત્રો કહે છે કે, રાજ્યમાં વીજળીની ખપત વધતાં દૈનિક 800 મેગાવોટ જેટલી વીજળી કેન્દ્રીય પાવર એક્સચેન્જમાંથી ઊંચી કિંમત ચૂકવીને ખરીદવી પડી રહી છે. શનિવારે રેકોર્ડબ્રેક ખપતને કારણે 893 મેગાવોટ વીજળી યુનિટ દીઠ રૂૂ.12 સુધી ઊંચો ભાવ આપી ખરીદાઈ હતી. અત્યારે રાજ્ય સરકારની કંપની જીસેક હેઠળના સરકારી વીજમથકો પાસેથી 3814 મેગાવોટ વીજળી મેળવાઈ રહી છે. જ્યારે એસ્સાર, મથકો દ્વારા 4381 સેન્ટ્રલ સેક્ટર યાને કેન્દ્રીય સાહસોના વીજમથકો દ્વારા મોટાપાયે વીજળી પ્રાપ્ત થઈ રહી હોઈ રાજ્યમાં થોડી રાહત અનુભવાઈ રહી છે.

આ મથકો પાસેથી અત્યારે 9717 મેગાવોટ જેટલી વીજળી મળી રહી છે. સોલાર વીજમથકો તથા વિન્ડ એકમો દ્વારા પણ રાહતરૂૂપ મોટાપાયે જનરેશન થઇ રહ્યું છે. રાજ્યના પવનઊર્જા એકમો દ્વારા 1032 મેગાવોટ અને સોલાર એકમો દ્વારા 3921 મે.વોનું જનરેશન થયું હોવાનું અન્ય ખાનગી એકમો પાસેથી 1 હજાર મેગાવોટ વીજળી મેળવાઈ રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement