For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુવાને ફોન ઉપર રૂપિયાની ઉઘરાણી કરતા મિત્રએ સાગરીતો સાથે ઘરે જઇ કર્યો હુમલો

12:18 PM May 15, 2024 IST | Bhumika
યુવાને ફોન ઉપર રૂપિયાની ઉઘરાણી કરતા મિત્રએ સાગરીતો સાથે ઘરે જઇ કર્યો હુમલો
Advertisement

પડધરીના મોટા રામપર ગામે રહેતા યુવાને રાજકોટ રહેતા મિત્રને રૂૂ.16000 મિત્રતાના દાવે આપ્યા હતા. જે રૂૂપિયાની ફોન ઉપર ઉઘરાણી કરતા મિત્ર પોતાના સાગરીતો સાથે મોટા રામપર ગામે ધસી ગયો હતો. અને જ્યાં મિત્ર ઉપર હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના મોટા રામપર ગામે રહેતા જેન્તીભાઈ પરસોતમભાઈ ભોજાણી નામનો 40 વર્ષનો યુવાન પોતાના ગામમાં હતો ત્યારે મધરાત્રે રાજકોટ રહેતા મિત્ર નિશીત મહેતા સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જેન્તીભાઈ ભોજાણીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જેન્તીભાઈ ભોજાણીએ મિત્રતાના દાવે નિશીત મહેતાને રૂૂ.16,000 એટીએમમાંથી ઉપાડીને આપ્યા હતા. જે રૂપિયાની ફોન ઉપર ઉઘરાણી કરતા નિશીત મહેતા પોતાના સાગરીતો સાથે મોટા રામપર ગામે ધસી ગયો હતો અને મિત્ર જયંતિ ભોજાણી ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement