For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીક એન્ડ હાઉસમાં ધમધમતી ટોકનથી ચાલતી જુગાર ક્લબ ઝડપાઈ: 11ની ધરપકડ

11:39 AM Jun 10, 2024 IST | Bhumika
વીક એન્ડ હાઉસમાં ધમધમતી ટોકનથી ચાલતી જુગાર ક્લબ ઝડપાઈ  11ની ધરપકડ
Advertisement

ત્રણ વેપારી, ત્રણ પ્રાઈવેટમાં નોકરી કરતા ઈસમો અને સોની વેપારીઓની પત્નીઓ જુગટુ ખેલતી હતી: 1.20 લાખની રોકડ, ટોકન સહિત 15.56 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement

ભીમઅગિયારસ નજીક આવી રહી છે ત્યારે ફરી સૌરાષ્ટ્રમાં જુગારના હાટડાઓ ધમધમવા લાગ્યા છે. જેમાં રાજકોટની ભાગોળે મોટાવડા નજીક આવેલ વીકએન્ડ હાઉસમાં શની-રવીની રજામાં જુગારની ક્લબ ધમધમતી હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રવિવારે વહેલી સવારે છાપો મારી ટોકન આધારીત જુગાર રમતા પાંચ મહિલા સહિત 11 સખ્સોની ધરપકડ કરી 15.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ખીરસરા નજીક મોટાવડા પાસે આવેલ ઈન્ટિમેટ વીલામાં શનિ-રવિની રજામાં જુગારની ક્લબ ધમધમતી હોવાની મેટોડા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈન્ટિમેટ વિલા નં. 25માં શનિવારે મોડી રાત્રીના દરોડો પાડ્યો હતો.

પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા વિલાનો માલીક અને રાજકોટના શિતલ પાર્કમાં રહેતા વેપારી સાવન ભરતભાઈ લાલ ઉ.વ.32, પ્રહલાદ પ્લોટમાં રહેતા વેપારી વિજયભાઈ મુકેશભાઈ રાણપરા, 150 ફૂટ રીંગ રોડ અક્ષર નગરમાં રહેતા વેપારી પ્રતિક પ્રદિપભાઈ પટેલ, યાજ્ઞિક રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા જય કેતનભાઈ રાજદેવ ઉ.વ.36, શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાયવેટમાં નોકરી કરતા હિમાંશુ અશ્ર્વિનભાઈ આડેસરા ઉ.વ.34, લક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતા અને પ્રાઈવેટમાં નોકરી કરતા કૌશીક રમેશભાઈ ચૌહાણ ઉ.વ.28, પ્રહલાદ પ્લોટમાં રહેતા સોની યુવાનના પત્નિ પ્રિયાબેન વિજયભાઈ રાણપરા ઉ.વ. 36, 150 ફૂટ રીંગ રોડ પર અક્ષર નગરમાં રહેતા વેપારીની પત્ની ખુશ્બુબેન પ્રતિકભાઈ પટેલ ઉ.વ.34, શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિષાબેન હિમાંશુભાઈ આડેસરા ઉ.વ.31, મોચીનગર-2માં રહેતા શ્રધ્ધાબેન અશોકભાઈ ચૌહાણ ઉ.વ.47 અને સાધુવાસવાણી રોડ બાલમુકુંદ સોસાયટીમાં રહેતા ભાવનાબેન ચેતનભાઈ રાજાણી ઉ.વ.52ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે હાઈપ્રોફાઈલ જુગાર ધામમાંથી રૂા. 1,20,500ની રોકડ, 196 ટોકન, 9 મોબાઈલ અને ત્રણ કાર મળી કુલ 15,56,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પુછપરછમાં શનિ-રવિની રજામાં વિક એન્ડ હાઉસમાં જુગારનો હાટડો ધમધમતો હોવાનું બહાર આવ્યું છે. આ દરોડાની કાર્યવાહી પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement