For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના શોભાવડ ગામે બે જૂથ વચ્ચે શસસ્ત્ર ધીંગાણુ

11:58 AM May 13, 2024 IST | Bhumika
ભાવનગરના શોભાવડ ગામે બે જૂથ વચ્ચે શસસ્ત્ર ધીંગાણુ

ટ્રેકટરમા ટેપ ધીમું વગાડવાનુ ટ્રેક્ટરના ચાલકને કહેવા જેવી સામન્ય બાબતને લઈ ગઈકાલ રાત્રે ભાવનગર જિલ્લાના તળાજાના શોભાવડ ગામે જૂની કામરોલ અને શોભાવડ ગામના બે જૂથ સામસામે આવી ગયા હતા.હાથ લાગ્યું તે હથિયાર સમજી ને એકબીજા પર હુમલો કર્યો હતો.જેને લઈ થોડો સમયતો ચુસ્ત બંદોબસ્ત જાળવવા માટે પોલીસ ટૂંકી પડતા હોમગાર્ડ ની મદદ લેવી પડી હતી.બંને જૂથના ટોળા પોત પોતાના વિસ્તાર, હોસ્પિટલમા વળ્યાં હતા. ઇજા ગ્રસ્તોને અહીંની સરકારી,ખાનગી અને જરૂૂર જણાયે વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવાની ફરજ પડી હતી.પંદરેક વ્યક્તિ ને થયેલ ઇજાને લઈ પોલીસે કુલ 22 વ્યક્તિઓ જીવલેણ હુમલા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી સાંજ સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી હથિયારો કબ્જે લઈ કડક કાર્યવાહી એસ.પીના આદેશ મુજબ કરી છે.

Advertisement

તળાજા પંથકમાં ચકચાર માચાવતા બનાવ ની મળતી વિગતો મુજબ ગઈકાલ રાત્રે લગભગ સાડા નવેક વાગ્યાબાદ જુના શોભાવડ ગામમાં ટ્રેકટર લઈ ને કડબ નાખવા માટે ટ્રેકટર ચાલક શક્તિ શંકરભાઈ ભીલ અને ટ્રેકટર માલિક અને હરપાલસિંહ પ્રવીણસિંહ સરવૈયા આવેલ હતા.તેઓ શોભાવડ ગામના બિલાલભાઈ ની દુકાને પાન માવો ખાવા ઉભા રહેલ તે સમયે દર્શન અને અંકિત ભરવાડ આવેલ.ટ્રેકટર મા વાગતું ટેપ ધીમું વગાડવા ની શક્તિ ભીલ ને કહેલ તે બાબત મૂળ ઝઘડાનું કારણ બની હતી.

જેને લઈ બંને જૂથો સામસામે આવી ગયાહતા.
બનાવ ને લઈને જૂની કામરોળ ગામના હરપાલસિંહ પ્રવીણસિંહ સરવૈયા ઉ.વ.29 એ જુના શોભાવડ ગામના અગિયાર ઈસમો દર્શન, અંકિત, સંતોષ, ગોપાલ,અનિલ, ધનાભાઈ, દેવાભાઈ, વિપુલભાઈ, ગોબરભાઈ જીણાભાઈ ચોસલા, હિંમતભાઈ જેસાભાઈ અને જીણાભાઈ ટેમ્પા વાળા વિરુદ્ધ ફરિયાદ આપી છે. જેમાં પથર અને બોથડ તથા તીક્ષ્ણ હથિયારો ધારણ કરી એક સંપ કરી ને આવી દશરથસિંહ સહદેવસિંહ, પૃથ્વીસિંહ મહેન્દ્રસિંહ, ચેતનસિંહ પ્રદ્યુમનસિંહ, કુલદીપસિંહ ઘોઘુભા, સૂર્યદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, મયૂરસિંહ પ્રદ્યુમનસિંહ, યુવરાજસિંહ, સિદ્ધરાજસિંહ, ટ્રેક્ટરના ચાલક શક્તિ શંકરભાઈ ભીલને હેડ ઈંજરીથી લઈ મૂંઢમાર સુધીની ઇજાઓ થતા તળાજા ની સદવિચાર જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે અને વધુ ઇજાગ્રસ્ત ને ભાવનગર ખસેડવામાં આવ્યા ની ફરિયાદ આપી છે.

Advertisement

સામા પક્ષે પરેશ ભોળાભાઈ ચોસલા. ઉ.વ.33 રે.જુના શોભાવડ એ જૂની કામરોલ ગામના 11 વ્યક્તિ શક્તિભાઈ, હરપાલસિંહ, સિદ્ધરાજસિંહ, દશરથસિંહ સહદેવસિંહ, પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ, ચેતનસિંહ પ્રદ્યુમનસિંહ, મયૂરસિંહ પ્રદ્યુમનસિંહ, કુલદીપસિંહ ઘોઘુભા, યુવરાજસિંહ, કાનભા મહેન્દ્રસિંહ, લક્કીરાજસિંહ નોંઘુભા વિરુદ્ધ ભરવાડ સમાજના ધનાભાઈ ચિથરભાઈ ચોસલા, દેવાભાઈ ભૂરાભાઈ, વિપુલભાઈ ધારાભાઈ, વિશાલ રાણાભાઈ, ધીરુભાઈ અને જેસાભાઈ તથા ફરિયાદી પોતાને ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ઇન્વેસ્ટિગેશન ઓફિસર ડી.યૂ.સુનેસરા એ જણાવ્યું હતુ કે સાંજન 7.30 સુધીમાં 22 પૈકીના 14 આરોપીઓને ફરિયાદ મુજબના હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.જે ઇજાગ્રસ્ત છે તેઓને હોસ્પિટલથી રજા આપવામાં આવશે બાદ ધરપકડ કરવામાં આવશે.એલ.સી.બી,તળાજા,મહુવા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આરોપીઓની ધરપકડ થી લઈ આવતીકાલે કોર્ટમાં રજૂ કરવા,બંદોબસ્ત જાળવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. બનાવને લઈ જિલ્લા પોલીસ વડા એ પણ મુલાકાત લઈ કડક કાર્યવાહીના આદેશ આપેલ હતા. સ્થળ મુલાકાત દરમિયાન રોડ પર જીવલેણ હુમલો કરવાના ઇરાદે મરચા પાઉડર નો ઉપયોગ થયો હોવાનું જોવા મળેલ હતું.

પોલીસે કલમ અને આરોપીઓને લઈ બેલેન્સ જાળવ્યું

જૂથ અથડામણને લઈ પોલીસ ઉપર એલિગેશન ન થાય તે માટે પોલીસે બંને પક્ષે 11-11 વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.કુલ બાવીસ આરોપીઓ છે. બંને પક્ષ વિરુદ્ધ કલમ 307, 323, 337, 504, 506(2), 114, 143, 147, 148 અને 149 મુજબ કાર્યવાહી કરી છે.આવતીકાલે ઝડપાયેલા તમામ આરોપીઓને તળાજા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે બનાવના પગલે રાત્રે થોડો સમય પોલીસ ઓછી પડી હતી. જેને લઈ રેફરલ હોસ્પિટલ ખાતે હોમગાર્ડ સિવાય કોઈ બંદોબસ્તમા જોવા મળ્યું ન હતું. એ.એસ.પી જૈન,મહુવા,એલ.સી.બી ની ટીમ સહિતનો પોલીસ કાફલો આવ્યા બાદ મહુવા ચોકડીએ આવેલ તમામ દુકાનો બંધ કરાવી હતી. શોભાવડ જતા રોડ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement