For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હમ નહીં સુધરેંગે; બે મહિનામાં ડાર્ક ફિલ્મના 6864 કેસ

04:34 PM Jun 10, 2024 IST | Bhumika
હમ નહીં સુધરેંગે  બે મહિનામાં ડાર્ક ફિલ્મના 6864 કેસ
Advertisement

34.20 લાખનો દંડ વસૂલાયો છતાં પરિસ્થિતિ જૈસે થે,; ડાર્ક ફિલ્મનું વેચાણ કરતા છ વેપારીઓની સામે પણ ગુના નોંધાયા

રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યા દિવસને દિવસે જટીલ અને પેચીદી બનતી જાય છે. શહેરના અનેક રાજ માર્ગો પર ટ્રાફીકજામના બનાવો રોજિંદા બની ગયા છે. ટ્રાફીક બ્રાંચ દ્વારા અવારનવાર ટ્રાફીક સમસ્યા નિવારવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેમાં ખાસ કરીને રંગીલા રાજકોટવાસીઓ પોતાની મોંઘીદાટ કારમાં આરટીઓના નિયમનો ભંગ કરી ડાર્ક ફિલ્મ લગાવતાં હોય તેની સામે ટ્રાફીક પોલીસે ઝુંબેશ હાથ ધરી બે મહિનામાં 6,864 કેસ કરવામાં આવ્યા હતાં અને કાર ચાલકો પાસેથી 34.20 લાખનો દંડ વસુલી ફોર વ્હીલમાં લગાવેલી કાળી ફિલ્મ દૂર કરવામાં આવી હતી. પરંતુ આવી અવારનવાર ઝુંબેશ ચાલતી હોવા છતાં મોંઘેરી કારના માલિકો જાણે કહેતા હોય કે ‘હમ નહીં સુદરેગેં’ તેમ ડાર્ક ફિલ્મ પોલીસે કાઢી નાખ્યા બાદ ફરી લગાવી દઈ પોતાની કાર બિન્દાસ ફેરવતા હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

રાજકોટ શહેરમાં મોંઘેરી અને લકઝરીયસ કારમાં ડાર્ક ફિલ્મ લગાવવામાં આવતી હોય જેના કારણે અકસ્માતોના બનાવો વધી ગયા હોય. ટ્રાફીક ડી.સી.પી.પુજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી જે.બી.ગઢવી અને ટ્રાફીક બ્રાંચના પીઆઈ બી.પી.રજિયા તેમજ એમ.જી.વસાવા અને અલગ અલગ આઠ પીએસઆઈની ટીમો બનાવી રાજકોટ શહેરમાં તા.6-4-2024 થી 6-6-2024 સુધી સતત બે માસ ડાર્ક ફિલ્મ સામે જુદા જુદા રાજમાર્ગો પર ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. ટ્રાફીક બ્રાંચની ઝુંબેશમાં બે મહિનામાં 6,864 કારના ચાલકો પાસેથી 34.20 લાખનો દંડ વસૂલી કારમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ રાજકોટ શહેરમાં બ્લેક ફિલ્મનું વેચાણ કરતાં છ વેપારીઓ સામે પણ ટ્રાફીક પોલીસે ગુનો દાખલ કરાવી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતાં રાજકોટમાં નવા નાકે દિવાળીની માફક મોંઘેરી કારના માલિકો ફરી પોતાની કારમાં ડાર્ક ફિલ્મ લગાવી દે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement