For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આખી ભાજપને રોડ પર ન લાવીએ તો અમે ક્ષત્રિય નહીં : કરણસિંહ

01:04 PM May 02, 2024 IST | Bhumika
આખી ભાજપને રોડ પર ન લાવીએ તો અમે ક્ષત્રિય નહીં   કરણસિંહ
Advertisement

આણંદમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા, ભાજપ હાય હાયના નારાઓ લાગ્યા

Advertisement

પરસોત્તમ રૂૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા હાલ રૂૂપાલા અને ભાજપ સામે આંદોલ પાર્ટ-2 ચલાવી રહ્યા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજી રહ્યા છે. ત્યારે આજે આણંદમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા છે.કરણસિંહ ચાવડાએ કહ્યું- પપસાકાકા તમે એ.સી.માંથી ક્ષત્રિય સમાજને તડકામાં લાવી દીધો છે, આખી ભાજપને રોડ પર ન લાવીએ તો અમે ક્ષત્રિય નહીં.

ક્ષત્રિય રાજા રજવાડા અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂૂપાલાનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.ક્ષત્રિયોના આ વિરોધ સામે ભાજપે નમતું જોખ્યું ન હોવાથી અને પરષોત્તમ રૂૂપાલાની ટિકિટ રદ્દ કરી ન હોવાથી ક્ષત્રિયોનો રોષ ઉગ્ર બન્યો છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ગામે-ગામ ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા રૂૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે, આજરોજ આણંદ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યાં હતાં અને નસ્ત્રજય ભવાની….ભાજપ જવાનીસ્ત્રસ્ત્ર, નસ્ત્રહાય રે ભાજપ…હાય હાયસ્ત્રસ્ત્રના નારાઓ લાગ્યા હતા. સંમેલનમાં આગેવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું.
ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પસાકાકાએ અઈમાં બેસીને ક્ષત્રિયોને તડકામાં લાવી દીધા છે. હવે જો આખી ભારતીય જનતા પાર્ટીને રોડ પર ના લાવીએ તો અમે ક્ષત્રિય નહીં. ભાજપે ક્ષત્રિયોને આંદોલન કરવા મજબૂર કર્યા છે. શું રૂૂપાલા ભાજપની કાળી કરતુત જાણે છે? એટલે તેમની ટિકિટ ન કાપી ?, રૂૂપાલાની માફીમાં પણ અહંકાર છે. ભાજપનો રામ પ્રત્યેનો પ્રેમ માત્ર રાજકારણ જ છે.

મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હતું કે, રાજપૂત કરણીસેનાના કોઈ પણ સિપાહી, પદાધિકારી ભાજપને હજી પણ સહયોગ કરી રહ્યો છો તો આજે જ તેની માન્યતા રદ કરવામાં આવે છે. તમને લાગે છે કે, કોઈ કરણીસેનાના નામે ભાજપામાં દલાલી કરે છે તો તે ફ્કત દલાલ છે. રાજપૂત અને કરણીસેના સાથે તેનો કોઈ સંબંધ નથી.

રાજકોટમાં યોજાયેલા અસ્મિતા મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આજે આણંદમાં યોજાયેલા સંમેલનમાં પણ હજારોની સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયેલા જોવા મળ્યા હતા.

ખેડા અને આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ સંમેલનમાં હાજરી આપી હતી. યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, આ 7 તારીખ આપણાં માટે દશેરા છે, આ આંદોલન 7 તારીખે પુરૂૂ નથી થવાનો, 7 તારીખે તો પહેલો પડાવ છે. આ ક્ષત્રિય સમાજે લોહી પીધું નથી, લોહી દીધું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement