For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાગપુર,ગોવા અને જયપુર સહિત ઘણા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેશું', ધમકીભર્યા ઈમેઈલથી હડકંપ

06:44 PM Apr 29, 2024 IST | Bhumika
નાગપુર ગોવા અને જયપુર સહિત ઘણા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેશું   ધમકીભર્યા ઈમેઈલથી હડકંપ

Advertisement

જયપુર, નાગપુર, કાનપુર, ગોવા સહિત દેશના ઘણા એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઈમેલ આજે મળ્યા હતા. નાગપુર એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ એરપોર્ટ ડાયરેક્ટર આબિદ રુઈના મેઈલ આઈડી પર મળ્યો હતો. આ અંગે એરપોર્ટના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસને નાગપુરના સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા ઈમેલની ફરિયાદ કરી છે. એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસને શંકા છે કે તે નકલી ઈમેલ છે અને અધિકારીઓએ કહ્યું કે ઈમેલ મોકલનારને શોધવાના પ્રયાસો ચાલુ છે. પોલીસને શંકા છે કે આ નકલી ઈમેલ છે અને ગભરાટ ફેલાવવાના ઈરાદાથી મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઈમેલ મોકલનારને શોધવાના પ્રયાસો ચાલુ છે. બે દિવસ પહેલા પણ કોલકાતા સહિત દેશના ઘણા એરપોર્ટ પર આવા જ ઈમેલ મળ્યા હતા, જે પાછળથી નકલી નીકળ્યા હતા.

Advertisement

ગોવાના ડાબોલિમ એરપોર્ટને તેમના સત્તાવાર ઈમેલ પર બોમ્બની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ બોમ્બ સ્કવોડે એરપોર્ટ પર સર્ચ કર્યું હતું. જો કે, કંઈપણ મળ્યું ન હતું. એરપોર્ટ ડાયરેક્ટર એસવીટી ધનમજય રાવે કહ્યું, 'અમે હવે વધારાની સાવચેતી રાખી રહ્યા છીએ. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, પરંતુ ફ્લાઈટ ઓપરેશનને કોઈ અસર થઈ નથી.

રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ આજે સવારે ઈમેલ મળ્યો હતો અને સર્ચ ઓપરેશન બાદ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. એક અધિકારીએ કહ્યું, 'અમે વિવિધ રાજ્યોમાં અમારા સમકક્ષોને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં સામેલ આરોપીઓને શોધવા માટે સહયોગ કરી રહ્યા છીએ. પોલીસની ટેકનિકલ સેલ પણ આ મામલે સક્રિયપણે તપાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement