For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હમેં તો અપનોને લૂંટા: પરાજિત ભાજપ નેતાઓનું દર્દ

05:02 PM Jun 08, 2024 IST | admin
હમેં તો અપનોને લૂંટા  પરાજિત ભાજપ નેતાઓનું દર્દ
Advertisement

પરાજિત ઉમેદવારોએ પક્ષમાં આંતરકલહ, ઇન્ડિયા ગઠબંધનની કેમ્પેઇન તથા જાતિ-કોમી ધોરણે મતદાન થયાના કારણો આપ્યા

યુપીમાં હારથી ભાજપને ઝટકો લાગ્યો છે. ગઇકાલે ભાજપની બેઠક યોજાઈ હતી અને તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભાગ લીધો હતો. પાર્ટી પરિણામોની સમીક્ષા કરી રહી છે. જ્યારથી રાજ્યમાં પાર્ટી 80માંથી માત્ર 33 સીટો પર જ સીમિત છે ત્યારથી ભાજપની અંદર ધમાલ વધી રહી છે. યોગી આદિત્યનાથે ગુરુવારે સાંજે દિલ્હી પહોંચ્યા અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી.
લોકસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યા છે. જેઓ હવે હારના કારણો જણાવી રહ્યા છે. બાંદા ચિત્રકુટથી હારેલા ભાજપના ઉમેદવાર આર. કે. પટેલે હાર માટે પક્ષના ટોચના પદાધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. સપા ગઠબંધનના ઉમેદવાર કૃષ્ણા પટેલે વર્તમાન સાંસદ આર. કે. પટેલને 71 હજાર મતોથી હરાવ્યા હતા. હાર અંગે વાત કરતા આર. કે. પટેલે કહ્યું હતું કે પક્ષના ટોચના પદાધિકારી અને નેતાઓએ ભીતરઘાત જ નહીં ખુલીને હુમલો કર્યો છે. જાતિ સામે ખુલીને અભિયાન ચલાવવામાં આવ્યું. મોટા મોટા નેતાઓ ખુલ્લીને વિરોધ કરતા હતા. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો ફેલાવવામાં આવી હતી. હું તેમને નમન કરુ છુ કે જેઓ આજે પણ મોદીની સાથે છે.

Advertisement

વર્ષ 2014માં આ બેઠક પર ભાજપ એક લાખથી વધુ મતોથી જીતી હતી, અહીંયા નેતાઓએ કુર્મીવાદ, બ્રાહ્મણવાદનું ખુલ્લેઆમ અભિયાન ચલાવ્યું હતું જેને કારણે હારનો સામનો કરવો પડ્યો. સ્થાનિક સ્તરે શું થઈ રહ્યું હતું તેની જાણકારી ટોચના નેતાઓથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી હતી. તેમણે શાયરીના અંદાજમાં કહ્યું હતું કે અપનોને હમે લૂંટા ગેરો મે કહાદમેં થા, મેરી કશ્તી વહાં ડૂબી જહા પાની કમ થા.

શુક્રવારે ગઉઅ સંસદીય દળની બેઠકમાં ભાગ લીધા બાદ યોગી આદિત્યનાથે પાર્ટી નેતૃત્વ સાથે બે કલાકની બંધ બારણે બેઠક યોજી હોવાનું કહેવાય છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા પણ હાજર હતા. જેમની ભૂમિકા તપાસ હેઠળ આવશે અને જેઓ વિગતવાર અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે તેમાં યુપી સરકારના ટોચના પ્રધાનો અને તેમના સહાયકોનો સમાવેશ થાય છે.

બીજી તરફ પશ્ચિમ અને મધ્ય યુપી પ્રદેશોમાં બ્રાહ્મણો, ઠાકુર, ભૂમિહાર, બાનિયા અને ઓબીસીના જાતિ સમીકરણોનું સંચાલન કરવાનું પણ કામ સોંપવામાં આવ્યું હતું. ભાજપના ઘણા નેતાઓએ આંતરિક ઝઘડા વિશે ખુલીને વાત કરવાનું શરૂૂ કરી દીધું છે.
ભાજપના રામપુરના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ તેમની હાર માટે મુખ્યત્વે ધાર્મિક ધ્રુવીકરણને જવાબદાર ઠેરવ્યું હતું અને પાર્ટીના કેટલાક નેતાઓ પર સહકાર ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.
2022ની પેટાચૂંટણીમાં સપાનો ગઢ છીનવી લીધા પછી, ઘનશ્યામ લોધી આ વખતે દિલ્હીની એક મસ્જિદના મૌલવી મોહિબુલ્લાહ સામે 87,000 થી વધુ મતોથી હારી ગયા. મોહિબુલ્લાને એસપી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. લોધીએ કહ્યું, ચૂંટણી સંપૂર્ણપણે જાતિ અને હિંદુ-મુસ્લિમના આધારે લડવામાં આવી હતી.

મોહનલાલગંજ બેઠક પર, મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી, ભાજપના કૌશલ કિશોર સપાના આરકે ચૌધરી સામે 70,292 મતોથી હારી ગયા. કૌશલ કિશોરે પાર્ટીના કેટલાક કાર્યકરો તેમની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે નેતૃત્વ તેમનાથી વાકેફ છે. આ સિવાય તેણે ઈન્ડિયા બ્લોકના કેમ્પેઈનને દોષી ઠેરવ્યું હતું જેમાં કહ્યું હતું કે જો મોદી સરકાર પરત આવશે તો તે બંધારણને બદલી નાખશે. કોંગ્રેસે ગરીબ પરિવારની મહિલાના બેંક ખાતામાં દર મહિને 8,500 રૂૂપિયા જમા કરાવવાનું વચન પણ આપ્યું હતું. કૌશલ કિશોરે કહ્યું કે એસપી-કોંગ્રેસ ગઠબંધનને કારણે બસપાના મુખ્ય જાટવ વોટ પાર્ટીમાંથી ખોવાઈ ગયા છે.

પૂર્વીય યુપીની શ્રાવસ્તી સીટમાં પાર્ટીના સ્થાનિક નેતાઓએ ભૂતપૂર્વ સાંસદ અને પ્રભાવશાળી ભાજપના નેતા પર પષડયંત્રથનો આરોપ મૂક્યો છે, અને કહ્યું છે કે તેમણે બ્રાહ્મણો અને કુર્મીઓ સહિત ભાજપના મુખ્ય મતદારોને પાર્ટી વિરુદ્ધ મત આપવા માટે સમજાવ્યા હતા. ત્યાં ભાજપના ઉમેદવાર સાકેત મિશ્રા હતા, જે વડાપ્રધાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના પુત્ર હતા. સાકેત એસપીના રામ શિરોમણિ વર્મા સામે 76,673 મતોથી હારી ગયા.

લાલગંજની એસસી-આરક્ષિત બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર નીલમ સોનકરે પણ એસપીના દરોગા પ્રસાદ સરોજ દ્વારા 1.15 લાખ મતોથી હાર માટે સ્થાનિક પક્ષના અધિકારીઓ દ્વારા આંતરકલહને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે પાર્ટી સંગઠનને જાણ હતી કે કેટલાક નેતાઓએ સપાના ઉમેદવારને મદદ કરી હતી. પૂર્વ સાંસદ નીલમ સોનકરે કહ્યું કે વિપક્ષ પણ બંધારણ વિશે પોતાનો સંદેશ ઘરે પહોંચાડવામાં સફળ રહ્યો હતો જ્યારે ઇજઙને જાટવ મત મળ્યા હતા, મુસ્લિમોએ ઇજઙને મત આપ્યો ન હતો. અગાઉ મુસ્લિમ મતો સપા અને બસપા વચ્ચે વહેંચાતા હતા, જે ભાજપને મદદ કરતા હતા. પરંતુ આ વખતે તમામ મુસ્લિમોએ સપાને મત આપ્યો.

સંભલના ભાજપના ઉમેદવાર, પરમેશ્વર લાલ સૈનીએ જઙ-કોંગ્રેસ ગઠબંધનના સમર્થનમાં મુસ્લિમ મતોના એકત્રીકરણ અને હિંદુ મતદારોના ઓછા મતદાનને કારણે જઙના ઝિયા ઉર રહેમાનને તેમની હારનું કારણ આપ્યું હતું. સૈની ઓબીસી નેતા છે જ્યારે ઝિયા ઉર રહેમાન લાંબા સમયથી પૂર્વ એસપી સાંસદ શફીકર રહેમાન બર્કના પૌત્ર છે.

બસ્તી, બારાબંકી, ફૈઝાબાદ, સુલતાનપુર, અલ્હાબાદ, કૌશામ્બી, બદન્યુ અને સીતાપુરમાં પણ ઝઘડાના આરોપો લગાવવામાં આવ્યા છે. ખેરી, મુઝફ્ફરનગર અને ફતેહપુર જેવી બેઠકોના સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓ વ્યક્તિગત અથવા સ્થાનિક કારણોસર ઉમેદવારોના પ્રચાર માટે બહાર ન આવતા હોવાનો આરોપ છે.

યોગી પ્રધાન મંડળની પુનર્રચના થશે: અનેકને પડતા મૂકાશે

ઉતરપ્રદેશમાં લોકસભાની ચૂંટણમાં કારમા પરાજય પછી દિલ્હી અને રાજસ્થાને મંથન જાર છે. સુત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી યોગીએ આજે પ્રધાનમંડળના સાથીઓ સાથે ચર્ચા કરી હતી. માનવામાં આવે છે કે યોગી સરકારની પુર્નરચના નિશ્ચિત છે. જેમાં પક્ષ વિરૂધ્ધ કામ કરનારા અથવા પ્રભારી તરકે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જનારાને પડતા મુકાશે. છાપેલા કાટલાના બદલે જ્ઞાતિ- સમકરણો ધ્યાનમાં રાખી કેબીનેટમાં ફેરબદલ કરાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement