For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમારે દાડિયા નથી બનવું, ઈન્દ્રનીલ-સોરાણી વચ્ચે સટાસટી

04:00 PM Apr 02, 2024 IST | Bhumika
અમારે દાડિયા નથી બનવું  ઈન્દ્રનીલ સોરાણી વચ્ચે સટાસટી
  • રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસનું કેમેય કરીને ગોઠવાતું નથી, ઉમેદવાર મળે તે પૂર્વે સંગઠનમાં તડાં
  • બેઠકમાં કોર કમિટીના સભ્યો જ આવ્યા નહીં, પ્રવિણ સોરાણીએ પ્રમુખને પૂછતા ઈન્દ્રનીલે કહ્યું... આ રીતે જ ચાલશે ઈચ્છા હોય તો આવવું
  • ઉગ્ર બોલાચાલી બાદ કાર્યકરોએ બેઠકનો કર્યો બહિષ્કાર

રાજકોટ શહેર કોંગ્રેસમાં ખેચાખેચીનો દૌર શરૂ થયો છે મીટીંગોમાં કાર્યકરો અને નેતાઓને ભેગા કરવામાં ભારે મહેનત કરવી પડી રહી છે અને ચૂંટણી માથા ઉપર છે ત્યારે જ આજે ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરુના કાર્યલય ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે બબાલ થયાની ઘટના બહાર આવી છે મીટીંગ દરમિયાન હું પદુ જાળવી રાખ્યું હોય તેમ ઈન્દ્રનીલભાઈ અને પ્રવિણ સોરાણી વચ્ચે સટાસટી બોલતા કાર્યકરો સહિતનાએ મીટીંગનો બહિષ્કાર કરી ચાલતી પકડતા ચકચાર મચી ગઈ છે.

Advertisement

કોંગ્રેસ કોર કમીટીની બેઠક આજરોજ ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરુ દ્વારા બોલાવવામાં આવી હતી આ મીટીંગમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગ્રેસ પ્રમુખ સહિતના અમુક લોકો ઉપસ્થિત રહ્યા હતાં મીટીંગની શરૂઆત પણ કોંગ્રેસના પ્રવિણભાઈ સુરાણીએ કોરકમીટીના સભ્યો તેમજ મહિલા કમીટીના સભ્યો કેમ ગેરહાજર છે તેવું પુંછતા પ્રમુખ જવાબ આપે તે પહેલા ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ ઉભા થઈને સોરાણીને જણાવેલ કે, આકોંગ્રેસ છે આ રીતે જ ચાલશે ઈચ્છા હોય તો આવવું તેમ જણાવતા પ્રવિણભાઈ સોરાણી સહિતના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી અમારે દાળિયા નથી બનવું તેમ કહી બેઠકનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે ચૂંટણી લક્ષી કામગીરી શરૂ થાય તે પહેલા જ મીટીંગ આટોપી લેવાની પ્રમુખ સહિતનાને ફરજ પડી હતી. છતાં આ ઘટનાની જાણ વાયુવેગે શહેરભરમાં પ્રસરી જતાં અન્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ તેમજ નવા કોંગ્રેસ શહેર પ્રમુખની વરણી થતાં જ કોંગી કાર્યકરોમાં નવો સંચાર જોવા મળી રહ્યો છે. ચુંટણીનું આગોતરા આયોજન કરવા માટે કોંગ્રેસ દ્વારા હવે વોર્ડ તેમજ બુથલેવલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરોની નિમણુંક કરવા માટેની તૈયારીઓ આરંભાઈ છે. આથી આજરોજ ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરુએ કાર્યલય ખાતે મીટીંગનું આયોજન કર્યુ હતં સવારે 10 કલાકે મીટીંગ શરૂ થઈ ત્યારે અનેક કાર્યકરો અને પ્રમુખ સહિતના મીટીંગમાં પહોંચી ગયેલ અને મીટીંગ ચાલુ થતાં જ કોંગ્રેસીઆગેવાન પ્રવિણભાઈ સોરાણીએ પ્રમુખને પ્રશ્ર્ન કરેલ કે, ચુંટણી સબંધીત અગત્યની મીટીંગ હોવા છતાં કોર કમીટીના સભ્યો ગેરહાજર કેમ છે તેવી જ રીતે મહિલા કમીટીના પણ મુખ્ય સભ્યો હાજર નથી શું આ લોકોને આમંત્રણ આપવામાં નથી આવ્યું તેવું પુછતા પ્રમુખના બદલે ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ બેતુક જવાબ આપી જણાવેલ કે, આ રીતે ચાલશે ઈચ્છા હોય તો આવવું આવા જવાબથી અકળાઈ ઉઠેલા પ્રવિણભાઈ સોરાણીએ નારાજગી સાથે જણાવેલ કે અમારે દાળિયા નથી બનવું ઉભા થઈ ચાલતી પકડતા અનેક કાર્યકરોએ પણ તેમની સાથે મીટીંગનો બહિષ્કાર કર્યો હતો પરિણામે બુથલેવલ સહિતની અગત્યની કામગીરી માટે બોલાવવામાં આવેલ મીટીંગનો ફીયાસકો થયો હતો.

Advertisement

રાજકોટ કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી હુસાતુસી ચાલતી હતી તેમજ કોણ ક્યાં હરેફરે છે તેની કોઈને ખબર ન હતી તેવું વાતાવરણ સર્જાયુ હતું ત્યારે જ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલભાઈ રાજાણીની નિમણુંક કરતા કોંગ્રેસમાં થોડીક જાન આવી હતી અને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પ્રમુખ દ્વારા ટુંકા સમયમાં જ અનેક પ્રજાલક્ષી કાર્યક્રમો આપવામાં આવ્યા છે. પરંતુ લોકોમાં ચર્ચા છે કે કોંગ્રેસમાં કાર્યકરથી લઈ તમામ નેતાઓ હોય છે. તેવું આજે કોંગ્રેસ કાર્યલય ખાતે જોવા મળ્યુંહતું. ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કાર્યકરોને મળવું છે તેમ કહી મીટીંગનું આયોજન કર્યુ હતું પરંતુ નિયમ મુજબ મીટીંગનું સંબોધન અને પ્રશ્ર્નના જવાબ પ્રમુખે આપવાના હોય છે તેના બદલે ઈન્દ્રનીલભાઈએ કાર્યકરોને તોછડા જવાબ આપી તેમનું અપમાન કર્યુ હોય તેવું વર્તન કરતા સારા પ્રમુખને પણ કાર્યકરોનું સાંભળવુ પડ્યું હતું.

પૈસાના જોેરે ઇન્દ્રનીલ પાર્ટી પર કબજો કરવા માગે છે: સોરાણી
કોંગ્રેસના અગ્રણી પ્રવિણ સોરાણીએ જણાવ્યું હતું કે અમે પ્રદેશ કોંગ્રેસમાં ફરીયાદ કરશુ કે પૈસાના જોરે ઇન્દ્રનીલ રાજયગુરૂ પાર્ટી પર કબજો કરવા માંગે છે. સ્વભાવ તો તેનો પહેલેથી જ આવો છે. તે પોતે મનમાની કરે અને તે કહે તેમાં હા પાડે તો તેને સારૂ લાગેલ અમે કયારેય એવું માનતા નથી. અમે તો કોંગ્રેસની ગાઇડલાઇનમાં ચાલનારા લોકો છીએ. કોંગ્રેસ સાથે છીએ, ઇન્દ્રનીલભાઇ સાથે નથી. સોરાણીએ આક્ષેપ કર્યો હતો કે ઇન્દ્રનીલ રાજયગુરૂ ઇચ્છે છે કે, માથાકુટ થાય તો આ બધા ભાજપમાં જતા રહે અને તેને મોકળુ મેદાન મળી જાય.

ફોન આવ્યો એટલે બહાર નીકળી ગયા: અતુલ રાજાણી
કોંગ્રેસ કાર્યલય ખાતે ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુ સાથે પ્રવિણભાઈ સોરાણી સહિતના કાર્યકરોએ બબાલ કરી મીટીંગનો બહિષ્કાર કર્યાની ચર્ચા જાગતા આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણીને પુછવામાં આવતા તેમણે બચાવ કરી જણાવેલ કે, પ્રવિણભાઈને કોઈનો ફોન આવતા તેઓ વાત કરવા માટે બહાર નિકળી ગયા હતા પરંતુ પ્રવિણભાઈની સાથે અનેક કાર્યકરોએ પણ મીટીંગનો બહિષ્કાર કર્યો હતો તો શું આતમામને એક સાથે ફોન આવ્યા અને બધાલોકો બહાર વાત કરવા માટે નિકળ્યા હતાં તેનો જવાબ પ્રમુખ આપી શક્યા ન હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement