For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળાઓ સલામત રીતે શરૂ કરવા અમે કટીબધ્ધ: સંચાલકો

04:46 PM Jun 10, 2024 IST | Bhumika
શાળાઓ સલામત રીતે શરૂ કરવા અમે કટીબધ્ધ  સંચાલકો
Advertisement

બાળકોની સુરક્ષા સાથે તા.13મીથી શરૂ થશે શૈક્ષણિક કાર્ય: ફાયર એનઓસીની તમામ પ્રક્રિયા પૂર્ણતાના આરે હોવાનો દાવો

રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના તમામ મૃતકો માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દુ:ખ અને શોકની લાગણી અનુભવે છે તેમજ હતભાગીઓના પરિવાર પ્રત્યે સંવેદના અને પ્રાર્થના કરે છે. છેલ્લા દસ દિવસમાં રાજકોટના તમામ જુદા જુદા ક્ષેત્રો, જેમાં શાળાઓ, બેંકો, હોસ્પિટલ, કોચિંગ ક્લાસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ વગેરેમાં તંત્ર દ્વારા જે સીલ મારવામાં આવી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને સ્વનિર્ભર શાળાઓમાં 100 થી વધુ શાળાઓમાં જ્યારે સીલ લાગેલ છે, ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટની પ્રજા અને ખાસ કરીને જે-તે શાળાના વાલીઓમાં શાળા દ્વારા રાખવામાં આવતી સલામતી અંગેની ગંભીરતા વિશે શંકા ઉપજતી હોય.

Advertisement

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, કે શિક્ષકોની સલામતી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માગતુ નથી. વિદ્યાર્થીઓની સલામતી માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સંચાલકો, આચાર્ય, શિક્ષકો ખૂબ જ સંવેદનશીલ છે. પરંતુ આજે અમે પ્રજા જોગ સ્પષ્ટતા એટલે કરવા માંગીએ છીએ કે રાજકોટની પ્રજામાં અને ખાસ કરીને શાળાના વાલીઓમાં શાળા સંચાલક એમના આચાર્ય કે એમના શિક્ષકો પ્રત્યે કોઈપણ પ્રકારની ગેરસમજણ ન ફેલાય. જેમ કે શાળા સલામતીની બાબતમાં એકદમ બેદરકાર છે કે કોઈપણ પ્રકારની સલામતી માટે ચિંતિત નથી આ પ્રકારનો જે મેસેજ સામાન્ય પ્રજામાં અને વાલીઓમાં જઈ રહ્યો છે તે ન જાય તે માટે આ સ્પષ્ટતા કરવામાં આવે છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાઓ દ્વારા સલામતી માટે તમામ તકેદારી રાખવાની કટીબદ્ધતા છે અને રાજકોટની જનતા કે વાલીઓ આ અંગે કોઈપણ પ્રકારની ગેરસમજણ ન કરે અને પોતાની શાળામાં, તેના સંચાલક મંડળમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ જે કાયદાના અર્થઘટનમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવતા તમામ ફેરફારો કરવામાં આવેલ છે એને પણ સ્વીકારી અને ફાયરની સલામતી માટે નાના-મોટા જે કાંઈ ફેરફાર હોય એને વ્યવસ્થા સંપૂર્ણપણે કરી રહી છે અને લગભગ 120 માંથી 100 જેટલી શાળાઓને ક્ષતિપૂર્તિ માટે કે પુર્તતા માટે પોતાની શાળાના સીલ ફરીથી ખોલવા માટે મંજૂરી પણ મળી ગઈ છે અને આ પુર્તતા બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થઈ શકે એમ છે. ત્યારે તંત્ર દ્વારા શાળાઓનું ઝડપથી ઇન્સ્પેક્શન કરી અને એમને એનઓસી મળી જાય અને શાળાઓ સલામત રીતે ફરીથી શરૂૂ થઈ જાય એમના માટે તમામ સંચાલકો કટીબદ્ધ છે, સંવેદનશીલ છે અને રાજકોટની પ્રજા અને પોતાના વાલીઓને એ ખાસ મેસેજ આપવા માંગે છે કે શાળાની સલામતીના વિષયમાં શાળાના સંચાલક કે એમના વહીવટી તંત્ર પર કોઈપણ પ્રકારની ગેરસમજણ કે શંકા ન કરે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પોતાની તમામ શાળાઓ સલામત રીતે શરૂૂ થાય એના માટે તંત્રની સાથે રહી તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે કટિબદ્ધ છે પરંતુ તંત્ર દ્વારા પણ સલામતીના વિષયમાં કોઇપણ પ્રકારનું બાંધછોડ કર્યા વગર વ્યવહારુપણુ દાખવવામાં આવે એ પણ અત્યંત જરૂૂરી જણાય છે.

આ બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી સહિત તમામ સદસ્યો રાજકોટ શહેરની અંદર શાળાઓ આવનારી પેઢીને સલામત રાખવા માટે કટિબદ્ધતા દર્શાવે છે અને સત્વરે આ પ્રશ્નના ઉકેલ માટે કાર્યરત છે.

જે કાયદાના અર્થઘટનમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવતા તમામ ફેરફારો કરવામાં આવેલ છે એને પણ સ્વીકારી અને ફાયરની સલામતી માટે નાના-મોટા જે કાંઈ ફેરફાર હોય એને વ્યવસ્થા સંપૂર્ણપણે કરી રહી છે અને લગભગ 120 માંથી 100 જેટલી શાળાઓને ક્ષતિપૂર્તિ માટે કે પુર્તતા માટે પોતાની શાળાના સીલ ફરીથી ખોલવા માટે મંજૂરી પણ મળી ગઈ છે અને આ પુર્તતા બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થઈ શકે એમ છે. ત્યારે તંત્ર દ્વારા શાળાઓનું ઝડપથી ઇન્સ્પેક્શન કરી અને એમને એનઓસી મળી જાય અને શાળાઓ સલામત રીતે ફરીથી શરૂૂ થઈ જાય એમના માટે તમામ સંચાલકો કટીબદ્ધ છે, સંવેદનશીલ છે અને રાજકોટની પ્રજા અને પોતાના વાલીઓને એ ખાસ મેસેજ આપવા માંગે છે કે શાળાની સલામતીના વિષયમાં શાળાના સંચાલક કે એમના વહીવટી તંત્ર પર કોઈપણ પ્રકારની ગેરસમજણ કે શંકા ન કરે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પોતાની તમામ શાળાઓ સલામત રીતે શરૂૂ થાય એના માટે તંત્રની સાથે રહી તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે કટિબદ્ધ છે પરંતુ તંત્ર દ્વારા પણ સલામતીના વિષયમાં કોઇપણ પ્રકારનું બાંધછોડ કર્યા વગર વ્યવહારુપણુ દાખવવામાં આવે એ પણ અત્યંત જરૂૂરી જણાય છે. આ બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી સહિત તમામ સદસ્યો રાજકોટ શહેરની અંદર શાળાઓ આવનારી પેઢીને સલામત રાખવા માટે કટિબદ્ધતા દર્શાવે છે અને સત્વરે આ પ્રશ્નના ઉકેલ માટે કાર્યરત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement