For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સહારામાં ફસાયેલા નાણાં મેળવવા ગરીબોના વલખાં

04:05 PM May 16, 2024 IST | Bhumika
સહારામાં ફસાયેલા નાણાં મેળવવા ગરીબોના વલખાં
Advertisement

રીફંડ પોર્ટલમાં પણ વાયદા ઉપર વાયદા, 12 વર્ષથી પરસેવાની કમાણી ફસાણી, કંપની દ્વારા એજન્ટો સાથે પણ છેતરપિંડીનો આરોપ: કલેક્ટર સમક્ષ લેખિત ફરિયાદ

શહેરમાં રહેતા અને ગરીબોના નાણાં સહારા ઈન્ડિયામાં રોકાવ્યા બાદ પૈસા ફસાયા હોવાની ફરિયાદ સાથે આજે સહારા ઈન્ડિયાના એજન્ટો કલેકટર સમક્ષ દોડી જઈને રોકાણકારોના ફસાયેલા પૈસા પરત અપાવવા માંગણી કરી હતી.

Advertisement

મહેન્દ્રભાઈ મારૂ, રાજેશભાઈ અઘારા, ચન્દ્રકાંતભાઈ રાજપરા, અરવિંદભાઈ દોમડીયા, ચંદુભાઈ કથિરીયા અને ગિરીશભાઈ પાનસુરીયા સહિતનાં રોકાણકારો અને એજન્ઠોએ કલેકટરને જણાવ્યું હતું કે, તેઓએ સહારા ઈન્ડિયા નામની કંપનીમાં પૈસાનું રોકાણ કર્યું છે અને ગ્રાહકોને કરાવ્યું છે. પણ છેલ્લા ત્રણ વર્ષથી પાકેલી મુદતની રકમ પરત મળતી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સી.આર.સી.એસ.સહારા રીફંડ પોર્ટલ 18.07.2023થી શરૂ કરાયું છે. જેમાં 45 દિવસમાં ખાતામાં રૂા.10 હજાર જમા થશે અને બાકીના પૈસા નવ મહિનામાં મળશે તેવી ખાતરી અપાઈ હતી. પણ આ પ્રમાણે પૈસા ન મળતાં હોવાની રોકાણકારોની ફરિયાદ છે.

એજન્ટોની હાલત કફોડી
કલેકટરને અપાયેલા આવેદનમાં એજન્ટોએ જણાવ્યું છે કે સહારા ઈન્ડિયા કંપનીએ એજન્ટો સાથે મોટી છેતરપીંડી કરી છે. રોકાણકારો એજન્ટોને પૈસા પરત આપવા ધાકધમકીઓ આપત્તા હોવાથી એજન્ટો અને તેમના પરિવારજનોના જાન ઉપર જોખમ ઉભું થયું છે. રાજકોટ બ્રાંચના સેકટર મેનેજર યાદવ અને રીજનલ મેનેજર અજિતસિંહ ચાવડા એજન્ટોને સહકાર ન આપતાં હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે. એજન્ટોને ન્યાય માટે આંદોલન છેડવું પડશે તેવી પણ ચીમકી અપાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement